SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અનધિકાર ચેઝ • ૧૩૫ લોકોને મોઢે મોઢે અને ઘરે ઘરે રમતું લોકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલ્યું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ પોતપોતાની માન્યતાને પોષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા પોતપોતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટો ને આકારો આપ્યા છે. કથા મૂળ એક જ હોય, પણ તે વ્યાસોના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષકો અને જેન નિગ્રંથોને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથા-સાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેઓથી આ વસ્તુ અછાની નથી. રામ-રાવણ, કંસ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લોકકથા પુરાણોમાં એક રૂપે હોય તો જૈન પરંપરામાં તે સહેજ બીજે રૂપે હોય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જે રીતે હોય. કોઈ એક જ પરંપરાના જુદા જુદા લેખકો પણ ઘણી વાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તો નાભિ-મરુદેવીના નંદન ઋષભદેવની વાત જૈન પરંપરાથી કાંઈક જુદી હોય એ સમજી શકાય તેવું છે, પણ જૈન પરંપરાની દિગંબરશ્વેતાંબર જેવા બે કવિલેખકો પણ ઋષભદેવની કથા વિશે સર્વથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકો કે પ્રચારકોનો ઉદ્દેશ પોતપોતની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાનો હોય છે. એ ઉદ્દેશ તેમને તત્કાલીન આકર્ષક બળોને કથામાં સમાવવા પ્રેરે છે, ને તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડોઘણો ફેર પડી જ જાય છે. શિબિએ બાજથી પારેવાનું રક્ષણ કરવા પોતાનું શરીર અય્યની કથા મહાભારતના વનપર્વમાં છે. બોધિસત્વે પણ પ્રાણી રક્ષણ માટે હિંસ્ત્ર પશુને પોતાનો દેહ અર્પો એવી વાત વ્યાધ્રીજાતકમાં છે. સોળમા તીર્થંકર શાંતિનાથે મેઘરથ રાજાના ભવમાં બાજના પંજામાંથી પારેવાને બચાવવા પોતાનો દેહ અય્યની વાત છે. સિંહના પંજામાંથી સુરભિનું રક્ષણ કરવા દિલીપના દેહાર્પણની વાત પણ કાવ્યમાં આવી છે. આ બધી વાર્તાઓમાં પાત્રો અને પ્રસંગો ભલે જુદાં હોય, પણ તેમાં પ્રાણી-રક્ષણની ધમચિત કે ક્ષત્રિયોચિત જવાબદારી અદા કરવાનો પ્રાણ તો એક જ ધબકી રહ્યો છે. મહાભારતમાં મિથિલાના અનાસક્ત કર્મયોગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતકોમાં મહાજનક એક જાતક છે, તેમાં મિથિલાનરેશ તરીકે મહાજનક નામનું બોધિસત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજ ઋષીશ્વરની ક્યા છે. તે પણ અમુક પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ, પોતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવોની કશી જ ચિંતા સેવ્યા. વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે. આ જુદા જુદા દેખાતા કથાઉગમો મૂળમાં કોઈ એક જ બીજનાં પરિણામ છે, અગર તો એકનાં બીજાં સુધારેલાં અનુકરણો છે. ઉદયન વત્સરાજ જેવી ઐતિહાસિક વ્યક્તિનું આલેખન કરતી કથાઓ પણ ઉપર સૂચવેલ બ્રાહ્મણ-શ્રમણ પરંપરાઓમાં કાંઈક ને કાંઈક જુદો જુદો આકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy