________________
સમુલ્લાસ ૦ ૧૨૧ કલ૨વ અને કૂજન દ્વારા, પશુઓના આરાવ અને વિરાવ દ્વારા તેમજ મનુષ્યોના આલાપસંલાપ અને વિલાપ દ્વારા એ નટી રસવાહી સંગીત રેલાવતી જ રહે છે. છતાં એની લીલામાં સદા વિલસતા લાવણ્યનું પાન કરે એવી કળા-ઇન્દ્રિય ધરાવનાર તો વિરલા જ હોય છે. એ લીલાને તટસ્થપણે પેખનાર, પરમ પુરુષની શિવમૂર્તિનું સંવેદન ક૨ના૨ તો એથીયે બહુ ઓછા હોય છે, પણ વિરલ ક્ષણોમાં થયેલ સૌદર્યની ઝાંખી અને એ મંગળમૂર્તિનું સંવેદન જ્યારે આવી કોઈ વ્યક્તિ વૈખરી વાણીમાં વ્યક્ત કરે છે ત્યારે એ સત્ય, શિવ અને સુંદર બની રહે છે. પ્રસ્તુત લેખસંગ્રહના નાના ક્લેવ૨માં એવી જ કોઈ વાણીનો પિરચય-ભવ્ય સંવેદનનું દર્શન-મારી પેઠે વાચકોને પણ અલ્પાધિક અંશે થશે જ.*
* શ્રી ૫૨માનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યં શિવં સુંદરમ્'નું પુરોવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org