________________
સર્વાગીણ સંશોધન અને સમાલોચના : ૧૬૫ સ્વતંત્ર પુસ્તક, પ્રાણવિનિમય' નામક સ્વતંત્ર પુસ્તક અને ગીતાનો સભાષ્ય અનુવાદ ઇત્યાદિ તેમની બધી જ પ્રાપ્ય કૃતિઓને લઈ લેખકે વિચારણા કરેલી છે. આ વિચારણા કરતી વખતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં સર્વત્ર આ દેશના તેમ જ પરદેશના વિદ્વાનોની કૃતિઓ સાથે તુલના પણ કરવામાં આવી છે. એ તુલના કરતાં કોઈ પણ સ્થળે મણિલાલ વિશે અત્યુક્તિ કરવામાં નથી આવી અને છતાં મણિલાલનું ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશે મૌલિક દૃષ્ટિબિંદુ શું હતું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મણિલાલની મુખ્ય દૃષ્ટિ અભેદલક્ષી હતી. તે કેવલબાદ્વૈતને પારમાર્થિક સત્યરૂપે સ્વીકારી તેનો વ્યવહારના દરેક ક્ષેત્રમાં કઈ રીતે વિનિયોગ કરવો એ ભાવનાથી બધું લખતા-વિચારતા. તેમની અદ્વૈત વિશેની સ્થિર ધારણાને લીધે ઘણા વ્યવહારુ અને ઉપરછલ્લી દૃષ્ટિ ધરાવનારા લોકોને તેઓ અગમ્ય જેવા લાગતા. છતાં તેમણે પોતાનું વક્તવ્ય યુક્તિ, શાસ્ત્ર અને અનુભવને આધારે સ્પષ્ટ કરવામાં કચાશ રાખી નથી, એમ તેમનાં લખાણો વાંચતાં આજે પણ લાગે છે. આચાર્ય ધ્રુવ ચાલુ સૈકાના ગુજરાતી સાક્ષરોમાં શિરોમણિ છે, પણ તેમનાં લખાણોમાંની ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશેની ઘણી વિચારણાઓની પૂર્વપીઠિકા મણિલાલનાં લખાણોમાં મળી રહે છે. એમ કહી શકાય કે મણિલાલે ચર્ચેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુદ્દાઓને આનંદશંકરભાઈએ પ્રસન્ન શૈલીએ વધારે સ્પષ્ટ કર્યા અને વિકસાવ્યા. નિબંધના લેખકે મણિલાલની આ શક્તિ પારખી તેમની તદ્વિષયક કૃતિઓનું સમાલોચન કર્યું છે અને જ્યાં મણિલાલના નિરૂપણમાં કે વિચારમાં કાંઈ ક્ષતિ દેખાઈ ત્યાં તે દર્શાવ્યું પણ છે. (દા. ત., જુઓ પૃ. ૧૦૫ પરની કાંત-મણિલાલ-વિવાદની સમાલોચના. એ જ રીતે રમણભાઈ સાથેના વિવાદમાં મણિલાલના પ્રાર્થના-વિષયક દષ્ટિબિંદુની ટીકા; જુઓ પૃ. ૧૨૫-૧૨૯)
આ જ પ્રકરણમાં શ્રી. રમણભાઈ નીલકંઠ અને કવિ કાંત જેવા સાથે થયેલી મણિલાલની લાંબી ચર્ચાઓની ઉપર પણ નિબંધલેખકે પૂરો પ્રકાશ પાડ્યો છે. આ કામગીરી બજાવવા જતાં લેખકને અનેક જૂની ફાઈલો સાંગોપાંગ ઉથલાવવી પડી છે. રમણભાઈ જેવા પ્રખર સાહિત્યિક અને કુશળ વકીલ સાથેની વર્ષો લગી ચાલેલી ચર્ચામાં શું તથ્ય છે તે લેખકે નિબંધમાં તટસ્થપણે તારવી બતાવ્યું છે (જુઓ પૃ. ૧૩૩-૧૩૫). શ્રી. સંજાનાએ મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનમાં રમણભાઈ અને મણિલાલની સ્કોલર' તરીકેની તુલના કરતાં જે ભ્રમ ઊભો કર્યો છે તેનું નિરસન પ્રસ્તુત નિબંધમાં ઠીક ઠીક દલીલથી કરવામાં આવ્યું છે; અને છતાંયે, શ્રી. સંજાનાની કેટલીક ટીકાનો સ્વીકાર પણ કર્યો છે, જે સમાલોચનાનું સમતોલપણું સૂચવે છે. (જુઓ પૃ. ૧૩૬-૧૪૧)
વળી, એ જ પ્રકરણમાં શ્રી ગોવર્ધનરામ અને આનંદશંકર સાથે મણિલાલની ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં તુલના પણ કરવામાં આવી છે, જે પરથી મણિલાલનું Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org