________________
૧૬૪ • પરિશીલન જે ચાલ્યું આવે છે તેને જ વળગી રહેવું, પરંતુ ત્રીજો વર્ગ – ભલે તે નાનો હોય છતાં – એવો હતો, જે એમ માનતો કે પશ્ચિમમાંથી ઘણું લેવા જેવું છે, તે લીધા વિના ભારતીય સંસ્કૃતિ વધારે ઉદાત્ત બની પણ નહિ શકે. તેમ છતાં, તે વર્ગ ઊંડી દૃષ્ટિથી એ પણ જોઈ શકતો કે પાશ્ચાત્ય સંસ્કારોને આંધળિયાં કરી ઝીલવા અને પચાવવા એમાં બહુ જોખમ છે. તે વર્ગ પોતાના હજારો વર્ષના સાંસ્કૃતિક વારસાનું ખરું મહત્ત્વ સમજતો. તેથી તે વારસાના મૂલ્યવાન અને સ્થાયી અંશોને કોઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે, પણ નવા જમાનામાં ઊભા રહેવા માટે જે ખૂટતું દેખાય તેની પૂર્તિ અર્થે, પાશ્ચાત્ય સંસ્કાઅવાહમાંથી બધું જ લેવા તૈયાર હતો. મણિલાલ આ ત્રીજા વર્ગના વિશિષ્ટ પ્રતિનિધિ હતા. એક તો એમણે ભારતીય પ્રાચીનતમ સાહિત્યનો સીધો પરિચય કર્યો હતો. એ સાહિત્યની વિવિધ શાખાઓની ગુણવત્તાનું પણ એમને ભાન હતું. એમની પ્રતિભા એ જોઈ શકતી કે ભારતીય સાહિત્ય અને સંસ્કારરાશિમાં શું શું સ્થાયી તત્ત્વ છે. તેથી એમણે પોતાનું જીવનકાર્ય નક્કી કરતાં પૂરો વિચાર કરી લીધો અને તે પ્રમાણે આખું જીવન જરા પણ પીછેહઠ કર્યા વિના વ્યતીત કર્યું. પોતે સ્વીકારેલ જીવનકાર્યની સિદ્ધિ અર્થે એમણે પોતાના અલ્પ કહી શકાય એવા આયુષ્ય દરમિયાન એટલાં બધાં વિષયો અને ક્ષેત્રો ખેડ્યાં છે કે તેનો વિચાર કરતાં મારા જેવો માણસ તો આભો બની જાય છે.
મણિલાલને ન હતી શારીરિક સ્વસ્થતા કે ન હતી કૌટુંબિક અને જ્ઞાતિજનની કશી અનુકૂળતા. એટલું જ નહિ, તેમને પ્રમાણમાં આર્થિક સંકડામણ પણ હતી જ. પોતાના સ્વમાની અને ખુશામત ન કરવાની મક્કમ વલણને લીધે જ્યાં ત્યાં માર્ગ મોકળો કરવાનું પણ તેમને માટે સરળ ન હતું. એવી અકથ્ય અગવડો અને મૂંઝવણો વચ્ચે જે વ્યક્તિએ લગભગ પંદર વર્ષ જેટલા ગાળામાં સાહિત્ય અને જીવનને સ્પર્શતા બધા જ પ્રદેશોને આવરી લેતું ગંજાવર લખાણ – અને તે પણ મૌલિક – કર્યું તેની શક્તિ અને પ્રતિભા કેટલી હશે તેનું તો માત્ર અનુમાન જ કરવાનું રહે છે. કદાચ આ જ અભિપ્રાયથી શ્રી. આનંદશંકર ધ્રુવ જેવા પરિમિતભાષી વિદ્વાને તેમને વિશે અહોભાવ દર્શાવેલો અને પ્રશંસાપુષ્પો વર્ષાવેલાં. સંસ્કાર-પીઠિકામાં પૂર્વ-પશ્ચિમના સંઘટ્ટને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ અને તેમાંથી મણિલાલ જેવાનો કેવી રીત ઉદ્દભવ થયો એ વસ્તુ યોગ્ય રીતે ચર્ચવામાં આવી છે. એ ચર્ચામાં ઓગણીસમા સૈકાના પશ્ચિમ ભારતના સાંસ્કારિક ઇતિહાસની બધી કડીઓ જોવા મળે છે. ઓગણીસમા સૈકાનું તાદશ ચિત્ર જોવા ઇચ્છે તેવા કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને માટે આ સંસ્કારપીઠિકા પૂરતી છે.
' બીજા પ્રકરણમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતા મણિલાલના લેખો, પુસ્તકો આદિને લઈને ચર્ચા કરવામાં આવી છે. ‘અભ્યાસ' નામની લેખમાળા, “સિદ્ધાંતસાર' નામનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org