SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના • ૧૬૩ નિબંધ દ્વારા જે પરિશીલન થયું તે દ્વારા મણિલાલની અસાધારણ પ્રતિભા અને શક્તિની મારા ઉપર ઊંડી છાપ પડી. અને બીજું, શ્રી ધીરુભાઈએ નિબંધ લખવા પાછળ જે વાચન, ચિંતન અને વિષયને પૂરો ન્યાય આપવા ખાતર શક્તિ અને સમયની પરવા કર્યા વિના છૂટીછવાઈ વિખરાયેલી પ્રાપ્ય સામગ્રીને મેળવવા, તેમજ સર્વથા અપ્રાપ્ય જેવી સામગ્રીને શોધી તેનો ઉપયોગ કરવા જહેમત લીધી છે, તેની પણ મારા ઉપર ઊંડી છાપ પડી છે. અધ્યયન, મનન-ચિંતન, તુલના, સંબંધ ધરાવતી સામગ્રી જે મળતી હોય તેનો ઉપયોગ અને અપ્રાપ્ય હોય તેની શોધ કરવી, ઈત્યાદિ અનેક અંગો સંશોધનકાર્યમાં આવશ્યક છે. પ્રસ્તુત નિબંધ સાંગોપાંગ વાંચતાં કોઈ પણ વિચારકને એ દઢ પ્રતીતિ થયા વિના નહિ રહે કે નિબંધના લેખકે સંશોધનને સર્વાગીણ બનાવવામાં કશી કચાશ રાખી નથી. પ્રત્યેક વિષયને લગતી કૃતિઓની તુલના અને પરીક્ષા કરતી વખતે લેખકે તેની મુલવણીમાં કેટલી તટસ્થતા વાપરી છે તેનો પણ ખ્યાલ વાચકને મૂળ નિબંધ અને સ્થળે સ્થળે કરેલાં ટિપ્પણો ઉપરથી આવ્યા વિના નહિ રહે. મણિલાલને યથાર્થ સમજવા માટે તો આ આખો નિબંધ જ ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. ગયા સૈકાના એ અસાધારણ વિદ્વાન, બહુશ્રુત તેમ જ અનેક વિષયોમાં સ્વતંત્ર વિહાર કરનાર એક સાક્ષર હતા. તેમ છતાં, ગણ્યાગાંઠ્યા વિદ્વાનો સિવાય એમને વિશે લોકો બહુ ઓછું જાણે છે. એવી સ્થિતિમાં એમનો પૂરો યથાર્થ પરિચય કરાવતો પ્રસ્તુત નિબંધ વિદ્વાનો ઉપરાંત સાધારણ જિજ્ઞાસુવર્ગને પણ બહુ ઉપયોગી થશે તે વિશે મને શંકા નથી. જો આપણે આપણા વિચારક અને લેખકવર્ગનો સાચો અને સ્પષ્ટ ઇતિહાસ સાચવી રાખવો હોય, તેમ જ તેમાંથી પ્રેરણા મેળવી નવી પેઢીએ પ્રગતિ કરવી હોય, તો જરૂરનું છે કે કોઈ અભ્યાસી તે તે વ્યક્તિ વિશે પૂરું નિરૂપણ કરે. પ્રસ્તુત નિબંધ એવા ઈતિહાસની એક સાચી કડી બની રહે છે, તેથી આવકારપાત્ર છે. પ્રસ્તુત નિબંધમાં સાત પ્રકરણો છે. પહેલું પ્રકરણ સંસ્કારપીઠિકા. બીજું ધર્મતત્ત્વચર્ચા. ત્રીજું સમાજ, શિક્ષણ અને રાજકારણને લગતું. ચોથું સાહિત્યકૃતિઓને લગતું. પાંચમું ગદ્યશૈલીને લગતું. છઠું કવિતા વિશેનું અને સાતમું ઉપસંહાર. ઓગણીસમા સૈકાના પ્રારંભથી તેના અંત સુધીમાં આખા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં જે પૂર્વ-પશ્ચિમના યોગે નવાજૂનાનો સંઘર્ષ ચાલતો, તેનું સંસ્કારપીઠિકામાં સંક્ષપ્તિ છતાં સાંગોપાંગ નિરૂપણ છે. એક વર્ગ દેશમાં એવો હતો, જે શિક્ષણ, સમાજ, સાહિત્ય, ભાષા, રાજ્ય બધાં ક્ષેત્રે પશ્ચિમની શક્તિઓ અને તેજસ્વિતાથી અંજાઈ પાશ્ચાત્ય સંસ્કારોનો અનન્ય ભક્ત થયેલો; જ્યારે બીજો વર્ગ તેથી સાવ જુદી વૃત્તિ સેવતો. તે વર્ગ એવો રૂઢિચુસ્ત કે જાણે પશ્ચિમમાંથી કાંઈ લેવા જેવું છે જ નહિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy