SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સવગીણ સંશોધન અને સમાલોચના • ૧૬૭ નિબંધમાં મણિલાલના આત્મચરિત વિશે પણ ઇશારો છે. આત્મચરિત લભ્ય છતાં આજ લગી પૂરેપૂરું પ્રસિદ્ધ થયું નથી. નિબંધલેખકે ઘણી જહેમત લઈ એ આખું આત્મચરિત જોઈ લીધું અને તે ઉપરથી પ્રસ્તુત નિબંધમાં તે વિશે ચર્ચા કરી છે. મણિલાલ પહેલાં લખાયેલ દુર્ગારામ અને નર્મદનાં આત્મચરિતો જાણીતાં છે, પણ મણિલાલનું આત્મચરિત તદ્દન જુદી જ કોટિનું છે. એમાં સત્યનો ભારોભાર રણકાર છે. લેખકે ગાંધીજીના આત્મચરિતના મુકાબલે મણિલાલનું આત્મચરિત કેવું ગણાય તેની નિખાલસ ચર્ચા કરી છે. મણિલાલ એક સમર્થ નિબંધકાર તરીકે જાણીતા છે. એમણે લગભગ દોઢ હજાર પાનાં જેટલા નિબંધો લખ્યા છે. એ નિબંધોની પરીક્ષા લેખકે તટસ્થભાવે કરી છે અને નર્મદ, રમણભાઈ, નરસિંહરાવ અને ઠાકોર આદિ સાથે તુલના કરી તેની ગુણવત્તા પણ દર્શાવી છે. મણિલાલે લગભગ ૨૪૦ જેટલાં પુસ્તકોનું અવલોકન-વિવેચન કર્યું છે. એ અવલોકન માત્ર સ્થળ કે પહોંચ પૂરતું નહિ, પણ તે તે પુસ્તક બરાબર વાંચી-સમજી તે વિશે પોતાને તટસ્થપણે જે સૂચવવું છે તે સૂચવ્યું છે અને ઘણી વાર તેમણે પોતાના પ્રતિપક્ષી લેખકોનાં પુસ્તકો વિશે પણ ઊંચો અભિપ્રાય દર્શાવ્યો છે. આ વસ્તુ લેખકે નિબંધમાં ઉત્તમ રીતે રજૂ કરી છે. (દા. ત. જુઓ પૃ. ૨૫૯ પરનો અનુભવિકા' વિશેનો ઉલ્લેખ) બીજું, બધાં કામો ઉપરાંત મણિલાલના જે કામે મારું મન વધારે જીત્યું છે તે કામ પાટણના ભંડારોનું અવલોકન-સંશોધન. મણિલાલ પહેલાં ટૉડ, ફાર્બસ, બુલ્ડર અને ભાંડારકરે પાટણના ભંડારો અવલોકેલા, પણ તેમની પછી તરત જ મણિલાલ એ કામગીરી હાથમાં લે છે. બીજા બધા કરતાં ઓછી સગવડ અને નાદુરસ્ત તબિયત છતાં તેમણે લગભગ આઠ માસ લગી રાત અને દિવસ એકધારું ભંડારોનું વ્યવસ્થિત કામ કર્યું. જ્યારે કોઈ ભંડારો ઉઘાડવા રાજી નહિ, અને ઉઘાડે તોય પૂરું બતાવે નહિ, બેસવાની જગ્યા પણ અંધારી અને ભેજવાળી, વળી થોડા વખત માટે ભંડાર ઉઘાડે તોય મકાને લિખિત પોથીઓ લઈ જવા આપે નહિ, નકલ કરનારની પણ પૂરી સગવડ નહિ, ઈત્યાદિ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે ૧૨ ભંડારોમાંના મળ્યા તેટલા ગ્રંથોનું પાને પાને જોઈ તેની મુદ્દાવાર વિગતે યાદી તૈયાર કરી. એટલું જ નહિ, પણ તે ઉપરથી સર સયાજીરાવ પાસે તેમણે એક નિવેદન રજૂ કર્યું. જેમાં ગાયકવાડ સરકારે ભંડારોના ઉદ્ધાર વિશે શું શું કરવું, કયા કયા ગ્રંથો પ્રસિદ્ધ કરવા, કયાં કયાં ભાષાંતરો કરાવવાં અને કયા કયા ગ્રંથોનો માત્ર સાર પ્રગટ કરવો ઈત્યાદિ સૂચના હતી. એ સૂચનાને આધારે જ સર સયાજીરાવે પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝ એ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy