SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ • પરિશીલન પ્રવૃત્તિઓ શરૂ કરી, જે ઉત્તરોઉત્તર વિકસતી રહી છે. મણિલાલ માત્ર સૂચના કરીને જ બેસી ન રહ્યા, પણ તેમણે જાતે જ એ કામ પ્રારંવ્યું. તેના ફળરૂપે “અનેકાંતવાદપ્રવેશ', જ્યાશ્રય”, “કુમારપાળચરિત', “ષડ્રદર્શનસમુચ્ચય', ભોજપ્રબંધ', “શ્રુતિસારસમુદ્ધરણ” આદિ ગ્રંથોનાં આધુનિક ગુજરાતીમાં સર્વપ્રથમ ભાષાંતર પ્રસ્તાવના સહ પ્રસિદ્ધ થયાં અને સંસ્કૃત-પ્રાકૃત પ્રાચીન ગ્રંથોના ભાષાંતર કરવાનો માર્ગ મોકળો થયો. મણિલાલ પોતાની સૂચનાને મૂર્ત રૂપ આપવા પ્રબંધચિંતામણિ' વગેરે ૧૯ ગ્રંથોનો સાર ગુજરાતીમાં લખી બે ભાગમાં પ્રસિદ્ધ કર્યો. એ જ રીતે તેમણે ભવભૂતિનાં ત્રણે નાટકોનાં ગુજરાતીમાં ભાષાંતર કર્યા, જેમાં મહાવીરચરિત' અદ્યાપિ અપ્રસિદ્ધ છે અને થોડું અધૂરું પણ છે. તેમણે અંગ્રેજીમાં પણ અનેક ગ્રંથોનાં ભાષાંતર અને સંપાદન કર્યા અને રાજયોગ' જેવો સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યો. મણિલાલની આ કામગીરીનું નિદર્શન નિબંધમાં વિગતે છે અને જિજ્ઞાસુને પ્રેરણા પણ આપે છે. મણિલાલે અંગ્રેજીમાં લખાયેલ કેટલાંક પુસ્તકો ઉપરથી પોતાની ઢબે તે તે વિષયમાં ગુજરાતીમાં સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે અને તર્કશાસ્ત્ર તેમ જ માનસશાસ્ત્રની પોતાના દાર્શનિક જ્ઞાનને આધારે નવી પરિભાષાઓ પણ યોજી છે. આ દૃષ્ટિએ તેમના “ન્યાયશાસ્ત્ર' અને “ચેતનશાસ્ત્ર' એ ગ્રંથો ઘણા ઉપયોગી છે. મણિલાલ સમર્થ ગદ્યસ્વામી તરીકે ઓળખીતા તો છે જ, પણ તેમની ગદ્યશૈલીની ગુણવત્તા વિશે કોઈએ અદ્યાપિ વિગતે ચર્ચા-સમાલોચના નથી કરી, જે આ નિબંધમાં પહેલી જ વાર જોવા મળે છે. આ ચર્ચા કરતાં લેખકે ગોવર્ધનરામ, નરસિંહરાવ અને ઠાકોરની ગદ્યશૈલીની વેગવત્તા કરતાં મણિલાલની વેગવત્તા કેવી ચડિયાતી છે એ તટસ્થભાવે નિરૂપ્યું છે. મુનશીજીની વેગવત્તા સાથે પણ મણિલાલની વેગવત્તા તુલના કરવામાં આવી છે અને લેખકે બતાવ્યું છે કે મણિલાલની વેગવત્તામાં જે ઊંડાણ અને પર્યેષકતા છે, તે મુનશીજીના લખાણમાં વેગ છતાં નથી દેખાતાં. મણિલાલની સર્વદેશીય વિદ્યાવિહાર કરવાની શક્તિએ તેમને લખાણમાં પ્રયોજવાની ભાષા વિશે પણ લખવા પ્રેર્યા છે. તેમણે બહુ જ યથાર્થ રીતે લેખકોના ચાર વર્ગ પાડી તેનાં, સમકાલીન જીવિત લેખકોમાંથી, ઉદાહરણો પણ આપ્યાં છે અને પોતાને આદરણીય હોય એવી મનસુખરામ જેવી વ્યક્તિની લેખનભાષા વિશે પણ નિર્ભય ટીકા કરી છે, જ્યારે પોતાના પ્રતિપક્ષી મનાતા રમણભાઈ જેવાની લેખનશૈલીને યથાર્થ પક્ષમાં મૂકી આવકારી છે. (જુઓ પૃ. ૩૦૧-૩૦૩) મણિલાલ ચિંતક હોવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે પોતાનું કવિકર્મ જુદી જુદી રીતે અજમાવ્યું છે. તેમણે ગેય ઢાળોમાં ભજનો લખ્યાં છે, તો ગઝલરૂપે ફારસી શૈલીનાં કાવ્યો પણ રચ્યાં છે. વળી તેમણે થોડાંક વૃત્તબદ્ધ પદ્યો પણ આપ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy