SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર • પરિશીલન ૧૭. નાતિમાનિતા, ૧૮. અક્રોધ, ૧૯. જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ, ૨૦. સ્વાધ્યાય, ૨૧. દયા, ૨૨. અહિંસા, ૨૩. સત્ય, ૨૪. શાંતિ, ૨૫. ચાતુર્વર્ય, ૨૬. ગીતામાં હિંસા કે અહિંસા? ૨૭. બ્રહ્મ એટલે શું ? ૨૮. કર્મવાદની પૂર્વપીઠિકા, ૨૯. બ્રહ્મચર્ય, ૩૦. જીવનયોગ, ૩૧. શિષ્ટ પ્રHI, ૩૨. થેવધારસ્તે, ૩૩. આશ્રમવ્યવસ્થા, ૩૪. ગીતામાંનું રૂપકાત્મક યુદ્ધ, ૩૫. ગીતાગ્રંથનું જીવંતપણું. સમાજને ધારણ કરનાર લેખે દૈવીસંપનું નિરૂપણ કરવા કાકા ઇચ્છે છે. તેથી તેમને સમાજની વ્યાખ્યા કરવાનું અને સાથે સાથે સમાજશાસ્ત્રની વિષયમર્યાદા નિરૂપવાનું પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ પ્રકરણમાં તેમણે આ બધી બાબતો સ્પષ્ટ કરી છે અને ગીતાની દૃષ્ટિ તેમ જ આર્યપરંપરા ધ્યાનમાં રાખી ગીતાના સમાજશાસ્ત્રને લોકશાસ્ત્ર તરીકે ઓળખાવ્યું છે. આધુનિક સમાજશાસ્ત્રીઓની સમાજશાસ્ત્રવિષયક કલ્પના અને વિષયમર્યાદા બહુ જ વ્યાપક છે અને તેથી જ તે લોકશાસ્ત્રનો પર્યાય બની રહે છે. અભય એ મૂળે આધ્યાત્મિક ગુણ મનાતો આવ્યો છે. એનો આધાર અમરત્વની ભાવના છે. જિજીવિષા શબ્દનો વૈયક્તિક જીવનની તેમ જ હાર્દિક જીવનની ઈચ્છા પૂરતો સંકુચિત અર્થ રૂઢ થયેલો હોવાથી ભયની પરંપરા જન્મે છે અને સ્મૃતિકારોએ તથા નીતિવિદોએ પણ રાજતંત્ર, વર્ણવ્યવસ્થા આદિ બધાં જ તંત્રોને સુસંગઠિત રાખવાના. એક ઇલાજ તરીકે ભયનું સમર્થન કર્યું છે. ઊગતા પ્રજામાનસને ઘડવા, વિકસાવવા અને સુસંસ્કારી બનાવવાની જવાબદારી લેનાર કેળવણીકારો સુધ્ધાં ભયમૂલક તંત્રવ્યવસ્થાની હિમાયત કરતા આવ્યા છે. તેથી સહજ જ પ્રશ્ન થાય છે કે અભયમૂલક સમાજવ્યવસ્થાની હિમાયત કરનાર કાકાએ પરંપરાગત અને શાસ્ત્રસમર્થિત ભયમૂલક વ્યવસ્થાનો કાંઈ વિચાર અથવા ખુલાસો કર્યો છે કે નહિ? આનો ઉત્તર અભયની હિમાયત કરતાં બહુ સૂક્ષ્મ અને દીર્ઘદ્રષ્ટિ વાપરી સમાધાનકારક રીતે દાખલાદલીલ સાથે આપ્યો છે. એમાં એમના સ્મૃતિશાસ્ત્રવિષયક અભ્યાસ અને કેળવણીકારની શુદ્ધ દૃષ્ટિ એ બંને જોવા મળે છે. તેમના કહેવાનો નિષ્કર્ષ એટલો જ છે કે જે પોતે ભયભીત રહે તે સમાજ તો કદી ઉત્કર્ષ સાધી શકતો જ નથી, પણ જે બીજાને ભયભીત રાખવાની ગડમથલમાં જ પડેલ હોય તે સુધ્ધાં પોતાનો સ્થાયી અને સ્પૃહણીય ઉત્કર્ષ સાધી શકતો નથી, કેમ કે તેવા ઉત્કર્ષમાં ઉપયોગી થાય એવાં તેનાં શક્તિસાધનો ખોટી રીતે વપરાય અને ઘસાય છે. આ દૃષ્ટિથી ન ડરવા અને ન ડરાવવાની અભયનીતિ જ સમાજના વ્યાપક ઉત્કર્ષ માટે આવશ્યક છે. સત્વસંશુદ્ધિના પ્રકરણમાં સામાજિક સંગઠનના સાચા આધાર લેખે સત્ત્વસંશુદ્ધિનું જે વિવિધ દૃષ્ટિએ કાકાએ નિરૂપણ કર્યું છે તેમાં સામાજિક વિકાસનો સંક્ષિપ્ત ઇતિહાસ જ આવી જાય છે. હૃદયશુદ્ધિ એ જ સત્ત્વસંશુદ્ધિ છે. જેટલા પ્રમાણમાં તે હોય તેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy