SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સમુલ્લાસ • ૧૧૭ કેવાં કેવાં રૂપો ધારણ કરે છે, તેનાં માઠાં પરિણામો ઇતિહાસે કેવાં નોંધ્યાં છે, સંતપુરુષોએ ઘૂતના ત્યાગને ધર્મમાં કેવું સ્થાન આપ્યું છે, સમાજ ઉપર ધૂતત્યાગની કેવી પ્રતિષ્ઠિત છાપ છે, અને છતાં નવનવરૂપે જુગારના વટવૃક્ષની વડવાઈઓ ફૂટતાં વર્તમાનયુગમાં સટ્ટાએ કેવું કરાળ-વિકરાળ રૂપ ધારણ કર્યું છે, વગેરે અનેક બાબતોનું ઠરેલ અને વિશદ વર્ણન એક અધ્યાપકની અદાથી તેમ જ સ્વસ્થતાની ખુમારીથી થયું હોય તેમ લાગે છે. વ્યાપાર અને સટ્ટાવૃત્તિની વચ્ચે શું સામ્ય-વૈષમ્ય છે, બંનેમાં કયાં તત્ત્વોનું મિશ્રણ છે, બંનેની સીમાઓ ક્યાં જુદી પડે છે અને છેવટે સટ્ટાની વ્યાખ્યા શી, વગેરે વિશે આટલું સુરેખ નિરૂપણ વ્યાપારક્ષેત્ર બહારના કોઈ પણ વિદ્વાન સુધ્ધાંને હાથ થવું શક્ય નથી. એ નિરૂપણમાં વ્યાપારી વર્તુળનો જાગતો અનુભવ, માનસિક ઉત્થાન-પતનનું નિરીક્ષણ સ્પષ્ટ તરી આવે છે. સટ્ટાવૃત્તિને રાજ્યના ટેકા ઉપરાંત ધર્મગુરુઓનો અને ત્યાગીવર્ગનો કેવો ટેકો છે, શ્રમ વિના થોડા જ વખતમાં ધનિક થઈ જવાની લાલસાને લીધે એ વૃત્તિએ શહેર અને ગામડાંને કેવી રીતે એકસરખા પ્રસ્યાં છે, અને વડીલોની સટ્ટાવૃત્તિ સંતતિ ઉપર કેવી કેવી અસર નિપજાવે છે એ બધું જાતે અનુભવાતું લેખમાં એવી સુસંગત રીતે અંકિત થયું છે કે તે વાચકના મનને વશ કરી લે છે. બીજો લેખ વર્ણસંકર વિશેનો છે. સામાન્યમાંથી વિશેષમાં અને વિશેષમાંથી સામાન્યમાં જવું એ કુશળ લેખકની કળા છે. વર્ણસંકરના સામાન્ય તત્ત્વમાંથી અહીં લેખક વિશેષમાં ઊતરે છે અને વિશેષ એટલે જે પોતાને અને પોતાના સમાજને અતિપરિચિત છે તે. તેથી લેખકે વૈયત્વ અને જૈનત્વ એ બંને છેડાનું ખરું સ્વરૂપ રજૂ કર્યું છે. વૈશ્યત્વ એ કુળ, સંસ્કાર અને જીવનની ધૂળ બાજુ છે; જૈનત્વ એ સમજણ અને સપુરુષાર્થની સૂક્ષ્મ અંતર બાજુ છે. એ બંનેનો ચિતાર લેખકે પોતાને સુપરિચિત એવી સરખામણીની પદ્ધતિએ કરાવ્યો છે અને એ બંને સામસામા છેડાનું હાનિકારક સાંકર્ય લાભમાં કેમ પરિણમે એ દષ્ટિએ નિરૂપણ કર્યું છે. યપ શુદ્ધ સોવિક્રમ: કંચન અને ઓલિવર નિમિત્તે લખાયેલો આ લેખ સમાજ, ધર્મ, કેળવણી અને માનસશાસ્ત્ર જેવાં અનેક તત્ત્વોને સ્પર્શે છે. એની શૈલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે સરેરાટ ચાલી જાય છે. લોકમર્યાદાનું અનુસરણ અને સત્યનું અનુસરણ એ છે ક્યાં સુધી સાથે ચાલી શકે અને ક્યાંથી જુદાં પડે, તેમ જ એકમેક સામે વિરુદ્ધ બની મોરચો ઊભો કરે તે પ્રશ્ન માત્ર સામાજિક નથી; ધાર્મિક, આર્થિક અને આધ્યાત્મિક પણ છે, પણ આવી અથડામણોમાંથી જ સત્યલક્ષી માનસ ફૂટી નીકળે છે ને સમાજ કાયાપલટ કરે છે. આ વસ્તુ પ્રસ્તુત લેખ યોગ્ય રીતે દર્શાવી આપે છે. એ ભવભૂતિના વાકય – व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः । न खलु बहिरुपाधीन्प्रीतयः संश्रयन्ते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy