SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ - પરિશીલન સાથે યુવક-માનસનું વિજાતીય પરસ્પર આકર્ષણ જે રીતે પૃ. ૨૬) આલેખાયું છે તે એક ગદ્યકાવ્ય બની રહે છે. • સામાજિક એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મર્યાદાઓ એ વિષય ચર્ચતાં વિકસિત અને જાગ્રત સમાજમાં સૌ કોઈ વ્યક્તિ એક જ વિચાર તથા આચારની હોય તે શક્ય નથી અને શક્ય હોય તો પણ પ્રગતિની દૃષ્ટિએ ઇષ્ટ નથી, એમ પ્રતિપાદન કરીને સરમુખત્યારશાહી ઇટાલી, જર્મની યા રશિયામાંનું એકતાસૂચક તંત્ર કેવું પોલું અને ભયપ્રેરિત હતું યા છે તેનું ચિત્ર લેખકે યથાવત્ દોર્યું છે. ઘણી વાર નાતજાતની કટ્ટર દેખાતી એકતામાં વિરોધી બળો અંદરખાનેથી કામ કરતાં હોય છે ને વખત આવતાં તે ફૂટી નીકળે છે. એકતા અને વ્યક્તિસ્વાતંત્ર એ બે વચ્ચે વિરોધ કેમ છે, બંનેનો ઉદ્દેશ સામાજિક પ્રગતિ હોવા છતાં બંને અરસપરસ કેમ અથડાય છે તેનું વિશ્લેષણ તાદશ છે અને એ બંને તત્ત્વો કેવી રીતે મર્યાદા સ્વીકારે તો સાથે રહી શકે અને પ્રગતિસાધક બની શકે એ સરસ રીતે દર્શાવ્યું છે. પક્ષ-પ્રતિપક્ષ કેમ બંધાય છે, કેમ પોષાય છે ને પરસ્પર ઘાતક કેમ બને છે, તેનું વિશ્લેષણ એ નયવાદનું વિશ્લેષણ છે. ‘ચોચપક્ષપ્રતિપક્ષમાવત્' એ આચાર્ય હેમચંદ્રની ઉક્તિનું લેખકે ભાષ્ય કર્યું છે. વર્તન કરતાં પણ વાણીનો ઘા માણસને વધારે આકરો લાગે છે. આપણી વાણીમાં સત્ય જોઈએ. પણ સાથોસાથ બને તેટલી મૃદુતા અને નમ્રતા જોઈએ.–લેખકની આ ઉક્તિ તેમના પોતામાં જ મૂર્ત થયેલી પરિચિતો જાણે છે. પૃ. ૩૪થી એકથી છ સુધી જે મુદ્દા ચર્ચા છે ને નિયમો દર્શાવ્યા છે તે ઓછી સમજણ ને સાભિમાન વલણ તેમ જ વધારે સમજણ ને નિરભિમાન વલણ એ બે વૃત્તિઓનો ખુલાસો છે. અહીં વૈયક્તિક અને સામૂહિક માનસનું એક એવું વિશ્લેષણ છે કે જે નયવાદ અને અનેકાંતદષ્ટિનું સ્પષ્ટીકરણ કરે છે. જે વાત અત્યાર લગી તત્ત્વજ્ઞાન અને ધર્મમાં ચર્ચાતી આવી છે તેને સમાજ પરત્વે પણ લાગુ કરાયેલી હોઈ જીવંત બની છે. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન : પાંત્રીસ વર્ષ પહેલાં લખાયેલ આ લેખમાં પણ તુલનાનું તત્ત્વ આકર્ષક છે અને દષ્ટિબિન્દુ ચોખ્ખું રજૂ થાય છે. જૈન દર્શનની તાત્ત્વિક માન્યતા બરાબર રજૂ થઈ છે. કથાસાહિત્ય ઉપરથી અને સમાજમાં વર્તતી ભાવના ઉપરથી તેમ જ કેટલાક સતી વિશેના જૈન ખ્યાલોથી જૈન દૃષ્ટિબિન્દુનું મૂલ્યાંકન હિંદુદૃષ્ટિ કરતાં ચડિયાતું લાગે છે. તેમ છતાં લેખકે એ જૈનદૃષ્ટિથી વ્યવહારમાં શ્રુત થયેલ જૈન સમાજનું ચિત્ર દોર્યું છે. દર્શન અને ધર્મની ભાવનાથી સમાજ જુદી રીતે વર્તે ત્યારે તેના ઉપર અન્ય બળોનો પ્રભાવ હોય જ છે. જૈન સમાજ ઉપર પણ વૈદિક અને સ્માર્ત સમાજનાં બળોનો પ્રભાવ બહુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy