________________
સમુલ્લાસ • ૧૧૯ દિક્ષાનો કૂટપ્રશ્ન:
સાધુવંદ વિશે નિર્માલ્ય અને બુદ્ધિજડ જેવાં વિશેષણો વાંચીને કેટલાકને ક્ષોભ થાય, પણ એવા જ ભાઈઓ જો બરાબર નિરીક્ષણ કરશે તો એ કથન સત્ય લાગવાનું. વળી દીક્ષા એ ધાર્મિક-આધ્યાત્મિક હોવા ઉપરાંત સામાજિક પણ છે. એટલે એની સાથે સામાજિક હિતાહિતનો સવાલ વિચાર્યા વિના ન ચાલે, છેવટે તો દીક્ષિત સમાજાશ્રિત જ છે. સમાજના પડઘા નબળા દીક્ષિત ઉપર પડે છે અને સબળ દીક્ષિત સમાજને ચડાવે પણ છે. તેથી લેખકનું આ દષ્ટિબિંદુ દીક્ષાના પ્રસંગમાં વિચારવા જેવું છે. આ પછીના સાતમા અને આઠમા નંબરવાળા બંને લેખો (“બાળદીક્ષા' અને હજી પણ અયોગ્ય દીક્ષા') દીક્ષાને લગતા જ છે. બાળદીક્ષા અને અયોગ્ય દીક્ષા આપવાને કારણે પોતાની થયેલી અને થતી ફજેતી સામે આંખમીંચામણાં કરવા ન ઇચ્છનાર અને ખુલ્લા મને સત્ય વિશે વિચાર કરવા ઇચ્છનાર સાધુવર્ગ તેમ જ ઉપાસકવર્ગને આ લેખમાં ઘણું સત્ય અને શિવ જણાશે.
૯થી ૧૪ સુધીના છ લેખો જુદી જુદી રીતે પણ જૈન સમાજની સ્પૃશ્યાસ્પૃશ્યતાની ભાવનાને જ સ્પર્શે છે, અને તે ભાવનાથી નીપજતાં અનિષ્ટ પરિણામો તરફ સમાજને સાવધાન કરે છે, ને સાથે જૈન દર્શન તેમ જ ધર્મની યથાર્થ ભૂમિકાનું નિરૂપણ કરે છે, દેવદ્રવ્યનો ઉપયોગ
આ લેખમાં દેવદ્રવ્યના પ્રશ્નને સ્પર્શતો અનેક દૃષ્ટિએ વિચાર રજૂ થયો છે, જે બધા જ સમજદારને માટે એકસરખો ઉપયોગી છે, દેવદ્રવ્યનો પ્રશ્ન અત્યાર લગીમાં એટલો બધો વધારે ને વિવિધ રીતે ચર્ચાયો છે કે તે બાબત આ લેખ વાંચી જવાની ભલામણ કરવા ઉપરાંત કાંઈ વિશેષ, કહેવાપણું રહેતું નથી. હા, લેખકના સર્વકલ્યાણાકાંક્ષી પણ કકળતા હૃદયમાંથી એક વેધક ઉક્તિ સરી પડી છે. આ રહી તે ઉક્તિ: “પણ અમારી કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ સંબંધમાં આપણી સરકારે કશો જ કાયદો ન કરવો અને કોઈ કાયદો કરવામાં આવશે તો તેનો અમે પૂરી તાકાતથી સામનો કરીશું, એમ બોલવું અને વર્તવું તે આવેલી આઝાદીના ગર્ભમાં રહેલી સામાજિક ઉત્ક્રાંતિની કસુવાવડ નોતરવા બરાબર છે.'
તત્ત્વચર્ચા વિભાગમાં ચાર લેખો છે. તેમાં મહત્ત્વાકાંક્ષા નામના લેખમાં તેનું તાત્ત્વિક અને વ્યાવહારિક સ્વરૂપ ચર્ચાયું છે. જ્યાં લગી આધ્યાત્મિક શુદ્ધિ હોય ત્યાં લગી મહત્ત્વાકાંક્ષા જુદી અને શુદ્ધિ ઘટતાં કે વિકૃત થતાં મહત્ત્વાકાંક્ષા બદલાઈ રાક્ષસી રૂપ ધારણ કરવાની. સમાજ અને દેશમાં આ બંને ક્રિયાઓ દેખાય છે. તેનું તત્ત્વ લેખકે નિરૂપ્યું છે. અહિંસાની અધૂરી સમજણવાળા બીજા લેખમાં અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. એની ખોટી સમજણને લીધે એના પ્રત્યે સેવાતી નફરત અને એની અનુપયોગિતાની શંકા એ બંનેને આ લેખ નિવારે છે. ગાંધીજીના વિચાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org