SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી – પુરુષના બળાબળની મીમાંસા • ૨૧૫ પુરુષ અડોલ રહી સ્ત્રી તરફ નિર્વિકાર રહે છે અને કોઈમાં સ્ત્રી નિર્વિકાર રહી ઊલટી પડતા પુરુષને સ્થિર કરે છે. પહેલું આખ્યાન હિંદુશાસ્ત્રમાં પ્રાચીનમાં પ્રાચીન ગણાતા ઋવેદમાંનું છે, બીજાં બે આખ્યાનો જેન આગમોમાંનાં છે અને બે આખ્યાનો બૌદ્ધ સાહિત્યમાંનાં છે. વેદના એ આખ્યાનમાં ભાઈ અને બહેનનો પ્રસંગ છે. બહેન યમી ભાઈ યમને પરણવા પ્રાર્થે છે. યમ એ અધર્મ માર્ગે જવાની ના પાડી પોતાની બહેનને અન્ય કોઈ તરુણ સાથે જોડાવા સમજાવે છે. બહેન બહુ લલચાવે છે, ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પોતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા નથી કરતો ને પોતાના નિશ્ચયમાં મક્કમ રહે છે. આ આખ્યાનમાં પુરુષાત્માના જાજ્વલ્યમાન આત્મતેજનું અને સ્ત્રી-આત્માના વાસનારૂપ આવરણનું દર્શન થાય છે. તેથી ઊલટો દાખલો જેન આખ્યાનમાં છે. એમાં ભાઈ ભરત ચક્રવર્તી ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ–બહેનનાં લગ્નનો હતો. એવાં લગ્નો ત્યારે સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતો, છતાં સુંદરીનો જાગરિત આત્મા ચક્રવર્તી ભાઈના વૈભવથી કે તેના મહત્ત્વથી ચલિત નથી થતો, ઊલટો અખંડ જ્યોતિની પેઠે વધારે તેજથી પ્રકાશે છે. એ સુંદરી પોતાના શારીરિક સૌન્દર્યને મોહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બાહ્ય તેજ અંદર ઉતારી તેજસ્વી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. અતિ લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજી તે સુંદરી બહારથી જેટલી અસુંદર તેટલી જ અંદરથી સુંદરતમ બની તપને બળે ભાઈને સમજાવે છે અને તેની વાસના શમાવે છે. આ આખ્યાનમાં સ્ત્રીઆત્માનું અખંડ તેજ, પડતા પુરુષને ઉદ્ધારે છે. ત્રીજા જેન આખ્યાનમાં પણ એક કુમારી બ્રહ્મચારિણી અને સાધ્વી રાજપુત્રીના નિશ્ચલ બ્રહ્મચર્યનું દર્શન થાય છે. એ સાધ્વી વિકારવશ થતા એક સાધુને તેના બેયનું સ્મરણ આપી શાશ્વત અને માર્મિક ઉપદેશથી તેને સંયમમાં સ્થિર કરે છે, અને સ્ત્રીકિલેવરમાં વસતા આત્માનું કેટલું તેજ હોઈ શકે એનો દાખલો આપણી સામે રજૂ કરે છે. આ ત્રણે આખ્યાનો અનુક્રમે નીચે આપવામાં આવે છે. ચોથું આખ્યાન બૌદ્ધ ભિખ્ખણી ઉપલવણા અને પાંચમું આખ્યાન બૌદ્ધ ભિખુણી ભદ્દા કાપિલાનીનું છે. અંતર્મુખ વૃત્તિની અલૌકિક ચંચુ વડે સહજ સુખનો આસ્વાદ લેવામાં નિમગ્ન એવી સમાહિતમના ઉપલવણાનું સૌંદર્ય જોઈ ચલિત થયેલ માર (વિકારવૃત્તિ અથવા વિકારમૂર્તિ કોઈ પુરુષ) તેને બહિર્મુખ કરવા અને પોતા તરફ લલચાવવા પ્રયત્ન કરે છે, પરંતુ એ ધીરમના ભિખ્ખણીના અંડોલપણા સામે છેવટે તે માર હાર ખાઈ ચાલ્યો જાય છે. પાંચમા આખ્યાનમાં ભદ્દા કાપિલાની સ્ત્રી જાતિનાં સુલભ અને છતાં દુર્લભ મનાતા ઘેર્યનો સચોટ પુરાવો પૂરો પાડે છે. પોતાના પતિ મહાકાયપની બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy