________________
૨૧૬ • પરિશીલન અધગી તરીકે જોડાઈ તે ધર્મવીર બાઈ તે પ્રતિજ્ઞાને અદ્દભુત રીતે સંપૂર્ણ કરવા સાથ આપે છે. સહશયન છતાં પુષ્પમાળાનું ન કરમાવું એ એ લોકોત્તર દંપતીના વિકસિત માનસનું માત્ર બાહ્ય ચિલ છે. મહાકાશ્યપ અને ભદ્દા કપિલાનીની અલૌકિક બ્રહ્મચર્યપાલનની કથા જૈન કથાસાહિત્યમાં અતિપ્રસિદ્ધ એક વૈશ્ય બ્રહ્મચારી દંપતીની યાદ આપે છે કે જે સહશયન છતાં વચ્ચે ઉઘાડી તલવાર મૂકી આજન્મ બ્રહ્મચર્ય પાળવામાં સફળ થયાં હતાં. એ દંપતીમાં પતિનું નામ વિજય અને પત્નીનું નામ વિયા હતું. જૈન સમાજમાં એ વિજય શેઠ અને વિજયા શેઠાણીને નામે જાણીતાં છે. પુષ્પમાળાને બ્રહ્મચર્યની કોમળતાનું અને ઉઘાડી તલવારને બ્રહ્મચર્યની કઠોરતાનું રૂપક માની આપણા જેવાએ એ કોમળ અને કઠોર વ્રતને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી, તેને જીવનમાં ઉતારવા માટે કોઈ એ પુષ્પમાળા કે તલવારનો આશ્રય લેવાની કશી જરૂર નથી.
આખ્યાન – ૧ યમી - સખાને સખ્ય માટે પસંદ કરું છું. વિશાળ અર્ણવ ઉપર હું આવી છું. યોગ્ય પુત્રનો વિચાર કરતો વેધા પૃથ્વીને વિશે ભારા) વિશે પોતાના નપાતનું ગર્ભલક્ષણ અપત્યનું આદાન કરે. (૧)
યમ – હે યમિ ! તારો સખા સખને ઇચ્છતો નથી; શાથી જે લક્ષ્મા (સમાનયોનિ) તે હોય વિષમરૂપ થાય છે. મહાન અસુરનાય વિર પુત્રો – ધૌને ધારણ કરનારા વિશાળ જુએ છે. (૨)
યમી – તે દેવો એક મર્યનું તારું) આ અપત્ય ઇચ્છે છે. તારું મન મારા વિશે મૂક. જનકપિતા તું તનમાં પ્રવેશ કર. (૩)
યમ – પહેલાં જે કર્યું નથી તે કરીએ)? ઋત બોલનારા અમૃત બોલીએ? (હું) પાણીમાંનો ગંધર્વ, તું) પાણીમાંની યોષિતુ તે આપણી નાભિ (ઉત્પત્તિસ્થાન) તે આપણું મોટું સગપણ છે. )
યમી – ગર્ભમાં જ આપણને વિશ્વરૂપ, ત્વ, સવિતા જનકે દંપતી કર્યા છે. આનાં વ્રતો (નિયમો) કોઈ લોપી શકતું નથી. આપણ બેને પૃથ્વી અને ઓળખે છે. (૫)
યમ – પહેલા દિવસને કોણ જાણે છે ? કોણે જોયો છે ? કોણે તે વિશે કહ્યું છે ? મિત્રનું, વરુણનું તેજ મહાન છે. હે આહન્ત મર્યાદા તોડનારી)! પુરુષોને લોભાવવા તું શું બોલે છે ? (૬)
યમી – મને યમીને યમનો કામ થયો છે – એક સ્થાનમાં સાથે સૂવા માટે જાયાની જેમ પતિને માટે તનુને પ્રકટ કરું. રથના પૈડાની જેમ ગાઢ થઈએ. (અથવા ઉદ્યમ કરીએ, દોડીએ.) (૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org