________________
૮ • પરિશીલન
- સાધનાકાળ દરમિયાન એક ઉત્કટ ધર્મવીર સાધકમાં લક્ષ્યસિદ્ધિ માટેની જે અદમ્ય જિજ્ઞાસા ને જે પૌરુષવૃત્તિ હોય છે તેની કાવ્યમય અમર ગાથા નચિકેતા આખ્યાનમાં છે. આખ્યાન અને ઉપાખ્યાનની શૈલી બહુ પ્રાચીન છે. એ શૈલીમાં કહેવાનું બધું ટૂંકમાં, પણ રોચક રીતે રજૂ થાય છે. આવાં આખ્યાનો અને ઉપાખ્યાનોમાંથી આખું ભારતીય વાડુમય ઓતપ્રોત છે. એવાં જ આખ્યાનો અને ઉપાખ્યાનોમાંથી બળ મેળવી કેટલીયે પ્રતિભાઓએ મહાન કાવ્યો સરજ્યાં છે અને મહાભારત, રામાયણ તેમ જ ભાગવત જેવાં પુરાણોની અલૌકિક રચના પણ કરી છે. આખ્યાનની પ્રથા એટલી બધી લોકપ્રિય થઈ છે કે તેણે દરેક પ્રાન્તીય ભાષાઓમાં પણ સ્થાન મેળવ્યું છે. ગુજરાતીમાં પ્રેમાનંદ જેવા કવિઓનાં આખ્યાનો જાણીતો છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના વર્તમાન ઉપાસકોએ પણ આખ્યાનપ્રથાને સમયોચિત ઘાટ આપી લોકમાનસને કેળવવાનું કામ આદર્યું છે. વૈશંપાયનની વાણી, નારદવાણી જેવી રચનાઓ તાત્કાલિક પ્રશ્નોને રસિક રીતે ચર્ચતાં સમય પૂરતાં આખ્યાનો જ છે. કીર્તનકારોનો જાણીતો સંપ્રદાય આખ્યાન પ્રથાનો સજીવ નમૂનો છે. નચિકેતાઃ એક પ્રતીક
રચનાર, આખ્યાન કે તેવી કૃતિ રચે છે ત્યારે તે પોતાને સુપરિચિત એવી ભાષા, પરિભાષા તેમ જ પરંપરાગત પ્રણાલીઓ અને માન્યતાઓનાં કલેવરને પોતાને સૂઝેલા વિચારના પ્રાણથી સજીવ બનાવે છે, ને તેને નવચેતના અર્પે છે. જેણે નાચિકેત ઉપાખ્યાન રચ્યું છે તે કવિ સંસ્કૃત ભાષાથી – ખાસ કરી બ્રાહ્મણ તેમ જ ઉપનિષદના યુગની સંસ્કૃત ભાષાથી – વિશેષે પરિચિત છે. છંદ અને શૈલી પણ તે યુગનાં છે. પરિભાષા - ખાસ કરીને ધાર્મિક અને દાર્શનિક પરિભાષા – મુખ્યપણે પ્રાચીન સાંખ્યયોગ પરંપરાની તેને સુપરિચિત છે.
જ્યારે યજ્ઞયાગ જેવી ક્રિયાકાંડની પ્રણાલિકાઓ અને કઠોર વ્રત, નિયમ, દેહદમન જેવાં તપોનો પ્રભાવ ઘટી રહ્યો હતો, તેમ જ જ્યારે ચૈતન્યતત્ત્વની મૂળગામી શોધ અને તેને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ વધી રહ્યાં હતાં તેને સંધિકાળે થયેલ એ કાઠક કવિએ પોતાની હથોટીના માધ્યમ દ્વારા નચિકેતાને બહાને એક ઉત્કટ આધ્યાત્મિક જિજ્ઞાસા અને તેની સિદ્ધિનું સચોટ ચિત્ર ખેંચ્યું છે અને સાથે સાથે જૂની તેમ જ પ્રાણવિહીન થતી ચાલેલી ધર્મપ્રણાલીઓને હંમેશ માટે જિવાડી શકે એવું આધ્યાત્મિક તેજ અધ્યું છે.
આખ્યાનમાં પિતા વાજશ્રવસુ, પુત્ર નચિકેતા અને વરદાતા યમ એ ત્રણ મુખ્ય પાત્રો છે.
ધર્મના ત્રણ સ્કંધો પૈકી પ્રથમ સ્કંધમાં યજ્ઞ, અધ્યયન અને દાનનું સ્થાન છે. તેમાંથી યજ્ઞ અને તેને અંગે અપાતા દાનની પ્રથાનો આધ્યાનમાં ઉલ્લેખ છે. સૂત્રાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org