________________
૮ - પરિશીલન આખા વિશ્વની જવાબદારીનો વિચાર કરનાર, પરંતુ કેટલાક માણસો કુટુંબમાં એવા નીકળે કે જેઓ નબળાઈને લીધે પોતાની કૌટુંબિક જવાબદારી ફેંકી દે છે અને તેની જગ્યાએ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પોતાના કુટુંબને અને પોતાની જાત સુધ્ધાંને બિનજવાબદાર થઈ ભટકતા અને રખડતા રામ થઈ જાય છે. આવા માણસો અને પેલા જવાબદાર નગ્ન તપસ્વીઓ વચ્ચે ઘર પ્રત્યેની બિનજવાબદારી પૂરતું, ઘર છોડી ગમે ત્યાં ભટકવા પૂરતું, સામ્ય હોય છે. આટલા સામ્યને લીધે પેલા બિનજવાબદાર માણસના લાગતાવળગતાઓએ તે રખડતા રામને તિરસ્કારસૂચક તરીકે અગર પોતાની અરુચિ દર્શાવવા તરીકે નાગો (લગ્ન) કહ્યો. આ રીતે વ્યવહારમાં જ્યારે કોઈ એક જવાબદારી છોડે, આપેલું વચન ન પાળે, માથેનું કરજ અદા ન કરે, તેને દાદ ન આપે ત્યારે પણ તે તિરસ્કાર અને અણગમાના વિષય તરીકે નગ્ન કહેવાયો. બસ ધીરે ધીરે પેલો મૂળ નગ્ન શબ્દ પોતાના મહાન તપ, ત્યાગ અને પૂજ્યતાના અર્થમાંથી સરી માત્ર બિનજવાબદાર એ અર્થમાં આવીને અટક્યો અને આજે તો એમ બની ગયું છે કે કોઈ
ત્યાગી સુધ્ધાં પોતાને માટે નાગો શબ્દ પસંદ નથી કરતો. દિગંબર ભિક્ષુકો, જેઓ તદ્દન નગ્ન હોય છે તેઓને પણ જો નાગો કહેવામાં આવે તો તેઓ પોતાનો તિરસ્કાર અને અપમાન માને. લંચક શબ્દ પણ પોતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, અને કહેલું ન પાળે, બીજાને ઠગે તેટલા જ અર્થમાં સ્થાન લીધું છે. બાવો શબ્દ તો ઘણી વાર બાળકોને ભડકાવવાના અર્થમાં જ વપરાય છે અને કેટલીક વાર તો કશી જ જવાબદારી ન ધરાવતો હોય તેવા આળસી અને પેટભરુ માટે પણ વપરાય છે. આ રીતે ઉપયોગની પાછળના સારા કે નરસા, આદર કે તિરસ્કાર, સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શબ્દો પણ એક જ છતાં ક્યારેક સારા, ક્યારેક નરસા, કયારેક આદરસૂચક, ક્યારેક તિરસ્કારસૂચક અને ક્યારેક સંકુચિત અર્થવાળા તેમ જ વિસ્તૃત અર્થવાળા જોવામાં આવે છે. આ દાખલાઓ આપણને પ્રસ્તુત ચર્ચામાં બહુ કામના છે.
ઉપર કહેલ નાસ્તિક અને મિથ્યાષ્ટિ શબ્દની શ્રેણીમાં વળી બીજા બે શબ્દો ઉમેરવા જેવા છે. તેમાંનો એક નિલવ શબ્દ છે, જે શ્વેતાંબર શાસ્ત્રમાં વપરાયેલો છે અને બીજો જૈનાભાસ શબ્દ છે, જે દિગંબર ગ્રંથોમાં વપરાયેલો છે. આ બંને શબ્દો પણ અમુક અંશે જૈન છતાં બીજા કેટલાક અંશોમાં વિરોધી મત ધરાવનાર માટે વપરાયેલા છે. નિલવ શબ્દ તો જરા જૂનો પણ છે, પરંતુ જેનાભાસ એટલે કૃત્રિમ જૈન એ શબ્દ એટલો જૂનો નથી અને તે રીતે વિલક્ષણ રીતે વપરાયેલો છે. દિગંબર શાખાની મૂળ સંઘ, માથુર સંઘ, કાષ્ઠા સંઘ એવી કેટલીક પેટા-શાખાઓ છે. તેમાં જે મૂળ સંઘનો ન હોય તે હરકોઈને જેનાભાસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જેમાં શ્વેતાંબરો પણ આવી જાય છે. શ્વેતાંબર શાસ્ત્રકારોએ જૂના વખતમાં તો અમુક જ મતભેદ ધરાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org