SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન • ૧૯૯ એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. જે લોકો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા પામ્યા હશે તે ખરેખર તો ઉચ્ચ શિક્ષણ પણ એમાં જ લેવાનો આગ્રહ સેવશે અને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકેની બીજી કોઈ પણ ભાષા સામે બળવો પોકારશે; અર્થાતુ અખંડતા સિદ્ધ કરવા માટેનો ઉપાય ઊલટો ભેદ અને કલહ વધારવાનું સાધન બનશે. એટલે જેઓ પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચે તેમ જ પ્રાન્ત અને રાષ્ટ્ર વચ્ચે અથડામણનો ભય જોતા હોય, તેમણે તો પ્રાથમિકથી તે ઉચ્ચ શિક્ષણ સુધી અને શિક્ષણની તમામ શાખાઓમાં, માત્ર રાષ્ટ્રભાષાને જ સ્થાન આપવાનો અફર આગ્રહ અને પ્રયત્ન રાખવો જોઈએ! એવો આગ્રહ કંઈકે સમજી શકાય એવો છે. બાકી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાન્તીય ભાષામાં આપવાથી રાષ્ટ્રીયતા સાથે અથડામણ નથી આવવાની એમ માની તેટલાનો બચાવ કરવામાં આવે તો બચાવની એ જ દલીલ ઉચ્ચ શિક્ષણમાં પણ લાગુ પડે છે. આ તો એક તાર્કિક દલીલ થઈ, પણ અથડામણનો પ્રશ્ન વિચારીએ ત્યારે જરા વધારે ઊંડા ઊતરવું જોઈએ. અથડામણ ઊભી થાય છે તે તો માનસિક દોષોને કારણે થાય છે. ખાસ કરીને આર્થિક તેમ જ સત્તાના પ્રશ્નો એવા છે કે તેને લીધે માણસનું મન વિકૃત થાય છે અને તે જ કારણે તે બીજાઓની સાથે અથડામણમાં આવે છે. જ્યાં આવી માનસિક વિકૃતિ નથી હોતી એટલે કે આર્થિક અને રાજપ્રકરણી મહત્ત્વાકાંક્ષા વધારે પડતી નથી હોતી ત્યાં બે જુદી જુદી ભાષાઓ બોલનાર વચ્ચે પણ કદી અથડામણ મચી જાણી નથી. એથી ઊલટું, એકભાષાભાષી વ્યક્તિઓ કે એક ભાષામાં વ્યવહાર કરતી કેળવણીની સંસ્થાઓમાં પણ જ્યાં અર્થ અને સત્તાના લોભથી માનસ વિકૃત બને છે ત્યાં કદી અથડામણ થયા વિના રહેતી નથી. એવી સ્થિતિમાં એમ માની લેવું કે ભાષાભેદ એ જ અથડામણનું કારણ છે, તે તો એમ માનવા બરાબર છે કે ચહેરાભેદ અને પોશાકભેદ પણ અથડામણનાં કારણો છે. ધારો કે રાષ્ટ્રભાષાને માત્ર ગુજરાત જ નહિ, પણ બીજા બધા પ્રાન્તો બોધભાષા તરીકે માન્ય રાખે – જેમ કે અત્યાર લગી અંગ્રેજી ભાષાને માન્ય રાખતા આવ્યા છે - તો એમ માનવું કે હવે પ્રાન્ત પ્રાન્ત વચ્ચે તેમ જ પ્રાન્ત અને કેન્દ્ર વચ્ચે અથડામણનો બધો સંભવ ટળી ગયો ? આપણે જોયું છે અને અત્યારે પણ જોઈએ છીએ કે અંગ્રેજી ભાષામાં સમાનપણે વ્યવહાર કરનારમાં પણ જ્યારે અને જ્યાં અર્થ અને સત્તાની બાબતમાં લોભ ઉદય પામ્યો છે ત્યારે અને ત્યાં અથડામણ ઊભી થઈ જ છે. જો આ અનુભવ અબાધિત છે તો અંગ્રેજીના સ્થાનમાં માત્ર રાષ્ટ્રભાષા આવવાથી અથડામણ કેવી રીતે ટળવાની? એટલે જો પ્રાન્તીયતા અને રાષ્ટ્રીયતાની અથડામણ ટાળવી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy