SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ ૦ પરિશીલન (અને તે ટાળવી જ જોઈએ) તો એ માટે માનસિક તુલા સમધારણ કરવાનો જ એકમાત્ર માર્ગ છે, જે ભારતના બધા સુપુત્રોએ દર્શાવ્યો છે. મહાત્માજી અને શ્રી. અરવિંદે પણ એના પર જ ભાર દીધો છે. પ્રાન્તભાષાઓ અને રાષ્ટ્રભાષા વચ્ચે અથડામણનો કોઈ જ સંભવ નથી. એ તો જીવન અને ઉપદેશ દ્વારા ગાંધીજીએ સિદ્ધ કરી બતાવ્યું છે. રાષ્ટ્રની અખંડતાને સિદ્ધ ક૨વા એમણે હિંદુસ્તાનીને આગળ કરી અને છતાં ગુજરાતમાં ગુજરાતીનો મહિમા વધારી આપ્યો. એમની પ્રવૃત્તિની ન હાનિ થઈ ગુજરાતી ભાષાને કે ન રાષ્ટ્રીય ભાષાને. ઊલટું, બંનેનાં તેજ વધ્યાં. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કોણ એમના જેટલું ઘૂમી રહ્યું છે કે જેથી એમને પહોંચી તે કરતાં વધારે અથડામણ એને પહોંચે ? એટલે કે અથડામણનાં તત્ત્વો ભાષામાં ભર્યાં નથી, પણ માણસના મનમાં ભર્યાં છે. ગાંધીજીનું મન ચોખ્ખું હતું, તેથી અથડામણ થઈ નહિ. ઊલટું, પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષાની સેવા થઈ. એટલે માનસિક સમતુલા સાચવવી એ જ અથડામણ ટાળવાનો રાજમાર્ગ છે. એ નહિ હોય તો ગમે તેટલી યુક્તિપ્રયુક્તિઓ પણ કામ નહિ આવે. G જો માનસિક સમતુલા જળવાશે – અને એ જ કેળવણીનો પ્રશ્ન છે – તો આપણા દેશમાં પ્રાન્તપ્રાન્તની જે વિશેષતાઓ છે તે રાષ્ટ્રના સાર્વત્રિક જીવનને ઉપકારક થઈ પડશે. એક ડંડે બધાને એકસરખા કરી મૂકવાનો સ્વભાવ આપણી સંસ્કૃતિએ કદાપિ ખીલવ્યો નથી. વિવિધતામાં એકતા સિદ્ધ કરવી એમાં કંઈ રહસ્ય હોય તો એ જ કે પોતાની વિશેષતા કોઈ પણ પ્રજાએ કદી છોડવી નહિ, પણ તેને એવી રીતે વિકસાવવી, જેથી બીજી પ્રજાઓની વિશેષતાઓ સાથે તે સંવાદી બને. દરેક પ્રાન્તવાસી પોતાની સ્તનપાનની ભાષામાં જે પ્રતિભા વિકસાવે તેનાં જે કંઈ સારાં પરિણામો આવે તે બધાંનો લાભ રાષ્ટ્રભાષાને તો વિવિધતાઓના–વિશેષતાઓના સંવાદથી જ મળી શકે. ગુજરાતી ભાષા પોતાની પૂર્ણ વિશેષતા સાચવી, તેને વિકસાવીને પણ રાષ્ટ્રભાષાની સાથે સંપૂર્ણપણે સંવાદ સાધી શકે તેમ છે. તેથી ઊલટું, જો રાષ્ટ્રભાષાને જ પૂર્ણ માનીને ચાલવામાં આવે તો ગુજરાતીની વિશેષતાનો સંપૂર્ણપણે લોપ થવાનો ભય છે. આ પ્રમાણે જો ગુજરાતી ભાષા બધી રીતે બોધભાષા થવાને પાત્ર ઠરે છે તો તે રાષ્ટ્રભાષાને અને રાષ્ટ્રની અખંડતાને કોઈ પણ રીતે અવરોધ નથી કરતી એમ પણ સિદ્ધ થાય છે. અત્યારે જે અંગ્રેજીનું સ્થાન છે લગભગ તે જ રાષ્ટ્રભાષાને હવે મળવાનું છે; એટલે કે, આન્તપ્રાન્તીય સંપર્ક, વ્યવહાર અને વિચારવિનિમયનું તે જ હવે મુખ્ય દ્વા૨ થશે; એટલે ઉચ્ચ શિક્ષણમાં પણ તેને અનિવાર્યપણે સ્થાન મળવું જોઈએ. માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy