SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અનધિકાર ચેષ્ટ ૦ ૧૩૯ આ લેખકે જૈન ધર્મમાંથી વિષયો લઈ તે પર નવલકથા લખવાનો જે શુભ આરંભ કર્યો છે, તે ખરેખર આદરણીય છે. અને આ કાર્ય માટે તેમની પાસે પૂરતી સર્જક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્રસૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં છે.ગૂજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે જ હશે. કથાનો સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરચિત પ્રસંગો છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છાએ પહોંચી શક્યા છે. અને પોતાના અભ્યાસનો પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.” ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષર શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરીએ જયભિખ્ખનાં કેટલાંક પુસ્તકોનો સ્વીકાર કરતાં જવાબમાં જે લખ્યું છે, તેમાંથી એક કંડિકા અત્રે ઉદ્ધત કરવાનો લોભ રોકી શકાતો નથી : “સંસ્કૃતનું આવું ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાઓનું પણ, અને કલ્પનાથી પૂર સર્જનો, Imagination in a large digree supplemented by creation faculty, એ ખાસ મને મહત્ત્વનાં લાગ્યાં. Imaginative બનાવોને મૂર્તસ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ બીજો પ્રશંસાયુક્ત ગુણ. (૮-૬-૪૭)” લેખનના પ્રારંભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી. ચારિત્રવિજય. [ઈ. સ. ૧૯૩૬] એની નિર્ભય સમાલોચના એક પત્રમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરેલી. તેમાં તેમણે લેખકને ઘણી માર્મિક સૂચનાઓ કરી છે, પણ તેમની લેખનશક્તિ વિશેનો અભિપ્રાય ટૂંકમાં આ છે: આવી સુંદર છટાથી લખાયેલું અને આવી આકર્ષક રીતે વિવિધ પ્રકારનાં રેખાચિત્રો, છબીઓ વગેરેથી સુશોભિત બનાવેલું બીજું કોઈ જીવનચરિત્ર ગુજરાતી ભાષા-સાહિત્યમાં હજુ સુધી મારા જોવામાં આવ્યું નથી...લેખનશૈલી પણ એટલી બધી મોહક છે કે વાંચનાર પહેલેથી છેડે સુધી એકસરખા રસથી ખેંચાય જાય છે. (૩-૭-૩૭)” જોકે જયભિખ્ખું જૈન કથાસાહિત્યનો આધાર લઈ નવલ-નવલિકા લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાનીમોટી નવલો અને નવલિકાઓ જૈનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા. ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમયુગનું ઐતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલો જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું. હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું-વિચાર્યું હોવું જોઈએ. જયદેવ’ એ પણ ઐતિહાસિક ઘટનાવાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યનો ઠીક ઠીક પરિચય સાધ્યો ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દૃષ્ટિએ પરિશીલન કર્યું ન હોય ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એનો વાંચનાર એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy