SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૧૫ ઐતિહાસિક યુગ પહેલાંનાં હજારો વર્ષથી આજ લગીના દીર્ઘતમ કાળપટ ઉપર સતત વહેલી અને વહેતી હિન્દી સંસ્કૃતિનાં અનેક પાસાંઓને સ્પર્શતા વિવિધ અભ્યાસ અને ચિંતનથી ભરપૂર એવા આ મધ્યમ કદના છતાં ગંભીરતમ પુસ્તક વિશે સાધિકાર લખવાનું કામ મૂળ લેખકના અભ્યાસ, અને અવલોકન કરતાં વધારે નહિ તો ઓછામાં ઓછું તેમના જેટલા અભ્યાસ, અવલોકન અને ચિંતનની અપેક્ષા રાખે જ છે, પણ અત્યારે તો મારી પાસે જે કાંઈ સ્વલ્પ સાધનસંપત્તિ છે તેથી જ આ કામ પતાવવું રહ્યું. પુસ્તકના લેખકને, તેમ જ પુસ્તકમાં પ્રતિપાદન કરેલ વિષય સાથે સીધો સંબંધ ધરાવનાર કરોડો વૈદિકો, બૌદ્ધો ને લાખો જૈનોને, પરિમિત સમય અને અતિપરિમિત શક્તિની સ્થિતિમાં હું ઘટતો ને પૂરો ન્યાય આપી શકું એ સંભવિત જ નથી. એ કામ તો બીજા અનેકોએ તેમ જ કોઈ એક સમર્થતમે કરવું રહ્યું. મારું કાર્ય તો આ દિશામાં એક પ્રાથમિક અને અધૂરું પગલું ભરવા જેવું ગણાવું જોઈએ. નામ પ્રમાણે પુસ્તકનો પ્રતિવાદ્ય વિષય હિન્દી સંસ્કૃતિ અને અહિંસા એ જ છે. આ મુખ્ય વિષયના લેખકે મુખ્ય પાંચ વિભાગ કર્યા છે. દરેક વિભાગમાં ગૌણ અને અવાન્તર બીજાં અનેક મથાળાંઓ નીચે અનેક વિષયોની ચર્ચા કરવામાં આવી છે; પણ તે દરેક ચર્ચા છે તે મુખ્ય વિભાગ સાથે અને છેવટે પુસ્તકના મુખ્ય પ્રતિવાદ્ય વિષય સાથે સંકળાઈ જાય એની કાળજી રાખવામાં આવી છે. વૈદિક સંસ્કૃતિ, શ્રમણ સંસ્કૃતિ, પૌરાણિક સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમ જ સંસ્કૃતિ અને અહિંસા એ પાંચ વિભાગો મુખ્ય છે. હિન્દી સંસ્કૃતિ એ શબ્દથી લેખકને વસ્તુતઃ બ્રાહ્મણ અને શ્રમણ એ બે સંસ્કૃતિ વિવક્ષિત છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં વૈદિક અને પૌરાણિક સંસ્કૃતિનો સમાવેશ થઈ જાય છે. શ્રમણ સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધ બે સંસ્કૃતિઓ ગણતાં એકંદર હિન્દી સંસ્કૃતિ શબ્દથી વિશાળ અર્થમાં વૈદિક સંસ્કૃતિ તેમ જ બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ એ હિન્દુસ્તાનની મુખ્ય ત્રણે સંસ્કૃતિઓ આવી જાય છે. લેખકના મત મુજબ બાબિલોનિયામાંથી સપ્તસિબ્ધ પ્રદેશમાં આવેલ આર્યો અને એ જ પ્રદેશમાં પ્રથમથી વસતા અને પછીથી આર્યો દ્વારા જિતાયેલા દાસો, એમ આર્ય અને દાસોના મિશ્રણથી જે એક પ્રકારની વિશિષ્ટ સંસ્કૃતિ ઉદ્દભવી તે જ મૂળે વૈદિક સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં દારોના પ્રાધાન્યને લાગેવળગે છે ત્યાં લગી તેમાં ગોપાલન અને ગોદયા પૂરતી અહિંસા પ્રથમ જ હતી. દાસોનો, રાજકીય પરાજય સાથે, જ્યારે નૈતિક પરાજય પણ થયો અને આર્યોનાં બળ તેમ જ પ્રાધાન્ય જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ ધીરે ધીરે યજ્ઞયાગાદિ કર્મની આજુબાજુ ધાર્મિક લેખાતી હિંસા પણ વિસ્તરવા લાગી. કાળક્રમમાં ક્યારેક અહિંસાના તત્ત્વ પ્રદેશવિશેષમાં પ્રાધાન્ય ભોગવ્યું તો ક્યારેક ઓછા કે વધતા પ્રદેશમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મે પ્રાધાન્ય ભોગવ્યું. લેખકના મંતવ્ય મુજબ પરીક્ષિત અને જનમેજયના પહેલાંના સમય સુધીમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મનું અસ્તિત્વ છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy