SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૦ પરિશીલન તેનું પ્રાધાન્ય ન હતું. પરીક્ષિત અને જનમેજય, જેમનો સમય લેખકે બુદ્ધ પહેલાં ત્રણસો વર્ષનો જ માન્યો છે, તેમણે હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને વધારેમાં વધારે વેગ અને ઉત્તેજન આપ્યાં, એમ લેખક માને છે. આ રીતે યજ્ઞયાગાદિમાં હિંસાનું પ્રાધાન્ય વધતાં, જ બીજી બાજુથી જૈન તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા હિંસાનો વિરોધ અને અહિંસાનું પ્રતિષ્ઠાન શરૂ થયાં. એક તરફથી હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મનો સબળ પ્રચાર અને બીજી તરફથી તેનો વિરોધ તેમ જ અહિંસાનું બળવત્ પ્રતિપાદન બંને ચાલતાં; તે દરમિયાન જૈન તીર્થંકર મહાવીર અને તથાગત બુદ્ધ બંને થયા, ને એ બંને જણે પોતપોતાની ઢબે, પણ પૂરા બળ સાથે ધાર્મિક હિંસાનો વિરોધ કર્યો. દાસ લોકોમાંથી તેમના પરાજય પછી જે અહિંસા ઓસરી ગઈ હતી ને તેની જગ્યા હિંસાએ લીધી હતી તે જ અહિંસા પાછી બમણે વેગે ને વ્યાપક રીતે દાસ તેમ જ આર્યજાતિના મિશ્રણથી જન્મેલ તેમ જ વિકસિત થયેલ વંશમાં કાળક્રમે વિકસી તેમ જ સ્થિર થઈ. અશોક જેવા ધાર્મિક સમ્રાટના પૂરેપૂરા પીઠબળને લીધે અહિંસાએ ધાર્મિક હિંસાને એવી પછાડ ખવરાવી કે ત્યારબાદ કયારેક ક્યારેક તેણે માથું ઊંચક્યું, પણ છેવટે તો તે શાસ્ત્ર ને ગ્રંથનો જ માત્ર વિષય બની રહી. લેખકે આ રીતે ધાર્મિક હિંસા અને અહિંસાના પારસ્પરિક કંઠનું ચિત્ર ખેંચ્યું છે. તેથી આગળ વધી છેવટે લેખક સ્થૂળ હિંસાઅહિંસાના પ્રદેશમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હિંસા-અહિંસાના પ્રદેશને સ્પર્શે છે. એને સ્પર્શતાં તે એક વારના ધાર્મિક હિંસાના વિરોધી અને અહિંસાના સમર્થક એવા જ્ઞાતપુત્ર મહાવીરના તેમ જ શુદ્ધોદનપુત્ર બુદ્ધના શ્રમણશિષ્યોની પૂરેપૂરી ખબર લે છે. લેખક કહે છે, ને તે સાચું જ કહે છે, કે એ શ્રમણોએ યજ્ઞીય હિંસાનો વિરોધ તો કર્યો ને દેખીતી રીતે તેમણે અહિંસા ધર્મનું પાલન કરવા માંડ્યું, પણ તે જ અહિંસક ગણાતા શ્રમણોના જીવનમાં પાછલી બાજુથી સૂક્ષ્મ હિંસા – પરિગ્રહ, આલસ્ય, પરાવલંબન ને ખુશામતરૂપે દાખલ થઈ. એ જ હિંસાથી શ્રમણો નિર્વીર્ય બન્યા અને તેમણે છેવટે ધર્મ અને રાજ્ય અને બંને સત્તા ગુમાવી. ધાર્મિક હિંસા ઓસરવા ને મોળી પડવા છતાં બ્રાહ્મણવર્ગમાં પણ શ્રમણો જેટલી જ, કે કદાચ તેથીયે વધારે, પરિગ્રહ, ખુશામત, પરાશ્રય અને પારસ્પરિક ઈષ્યની સૂક્ષ્મ હિંસા હતી જ. શ્રમણો પણ એ બાબતમાં પડેલા, એટલે કોઈ અહિંસાના તત્ત્વને બરાબર વિચારી તે દ્વારા રાષ્ટ્ર અને જાતિનું ઉત્થાન કરે એવો મહાપુરુષ લાંબા વખત સુધી આ દેશમાં ન પાક્યો. પશ્ચિમની પ્રથમથી જ જડપૂજક અને હિંસાપ્રિય સંસ્કૃતિમાં અહિંસા તત્ત્વને અપનાવી તે દ્વારા મનુષ્યજાતિનો વ્યાપક ઉત્કર્ષ સાધવા સમર્થ હોય એવો પુરુષ પાકવાનો સંભવ જ બહુ ઓછો. તેટલામાં છેવટે મહાત્મા ગાંધીજી હિન્દુસ્તાનની, ખરી રીતે વિશ્વની, રંગભૂમિ ઉપર અહિંસાનું તત્ત્વ લઈ આવે છે અને એ તત્ત્વના સૂક્ષ્મ તેમ જ સ્થૂળ બંને અર્થનો વ્યાપક રીતે ઉપયોગ કરી તે દ્વારા માત્ર હિન્દુસ્તાનનું જ નહિ, પણ વસ્તુતઃ સમગ્ર વિશ્વનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા અને સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy