________________
૧૭૦ • પરિશીલન
આ ઉપરાંત અનેક સ્થળે જે તારીખોની ભૂલ હતી તે પણ નિબંધમાં સાધાર સુધારી મૂકવામાં આવી છે. (દા. ત., જુઓ પૃ. ૧૭૦, ૧૯૬, ૨૧૫)
આવી શ્રમપૂર્ણ કામગીરીનો ખ્યાલ પૂરો નિબંધ વાંચ્યા પછી જ આવી શકે, પરંતુ છેવટે એક બાબત કહેવી જોઈએ અને તે એ કે જિજ્ઞાસુ કાંઈ નહિ તો સાતમું “ઉપસંહાર પ્રકરણ વાંચે. એટલે નિબંધલેખક પોતાના વિષયને કેવો સમર્થ ન્યાય આપી શક્યા છે તેનો ખ્યાલ બાંધી શકાશે.
આખો નિબંધ એવો અખંડ પ્રવાહ વહેતો જાય છે કે નથી ક્યાંય ભાષાઅલના દેખાતી કે નથી વિચારત્રુટિ દેખાતી. આ રીતે પરીક્ષાની દૃષ્ટિએ લખાયેલો આ નિબંધ આપણા સાહિત્યમાં એક વિશિષ્ટ કૃતિનો ઉમેરો કરે છે, અને પીએચ.ડી.ની ડિગ્રી માટે નિબંધ તૈયાર કરવા ઇચ્છનારને એક પ્રેરકરૂપ પણ બને છે.*
* ડૉ. ધીરુભાઈ ઠાકર એમ. એ. પીએચ. ડી.ના પુસ્તક “મણિલાલ નભુભાઈ: - સાહિત્યસાધનાનો પ્રવેશક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org