SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ “ગીતાધર્મ'નું પરિશીલન ૦ ૩૫ નીચે આવેલા પાણીને ફરીથી શુદ્ધ કરી તેને પાછું પંપ વડે ટાંકી સુધી ચઢાવવું અથવા પહોંચાડવું એ થયો યજ્ઞ.’ સામાન્ય રીતે દાન અને ત્યાગ એ બંને શબ્દો પર્યાય ગણાય છે, પણ એ બેમાં સૂક્ષ્મ અંતર શું છે તે કાકાએ દર્શાવ્યું છે અને બંનેની વેધક ચર્ચા કરી છે. અમૈશનનું સામાજિક મૂલ્યાંકન કરતી વખતે કાકાએ પૈશુન્ય એટલે શું તેની ચર્ચા કરી છે. તેમાં જે ચામડી વિનાના શરીર સાથે માણસોના આંતરિક આળી વૃત્તિવાળા મનની સરખામણી કરી છે તે કાકાનું ઉપમાકૌશલ દર્શાવવા ઉપરાંત ભારે સૂચક છે. પિશુન માણસને શાસ્ત્રમાં મવિધૂ કહ્યો છે. મવિ’ શબ્દનો ખરો ભાવ આ ઉપમા દ્વારા વ્યક્ત થયો છે. ગુરુશિષ્યના સંબંધની જે વિગતથી માહિતી આપી છે તે જાતઅનુભવી હોય તેવી અસંદિગ્ધ છે. કેળવણી ગુલામો સર્જવા કે માણસયંત્ર નિર્માણ કરવા નથી એ તેમનું કથન કેળવણીશાસ્ત્રનું મહત્ રહસ્ય છે અને તે સાચા કેળવણીકારના અનુભવમાંથી આપમેળે સરેલું હોય તેવું છે. અંતેવાસી, છાત્ર જેવા જે શબ્દો વિદ્યાર્થી માટે પ્રસિદ્ધ છે તે કયા વાતાવરણમાંથી, કઈ ભાવનામાંથી અને કયા હેતુથી યોજાયા છે તેનું સ્પષ્ટીકરણ આ ચર્ચામાં છે. વધારેમાં વધારે જ્યાં નિકટનો સંબંધ હોય ત્યાં જ ગુણ કે દોષ જાણવા-પકડવાની તક હોય છે. આવી તક બીજા કોઈ પણ સંબંધ કરતાં ગુરુશિષ્યના સંબંધમાં વધારે પ્રમાણમાં હોય છે; એટલે ગુરુ પોતે શિષ્યને દોષાવા૨ક અર્થમાં છાત્ર સમજે અને કહે તો તે યુક્ત જ ગણાય. આ વસ્તુ તૈત્તિરીય ઉપનિષદમાં, જ્યાં ગુરુ વિદ્યાર્થીને સમાવર્તન વખતે શિક્ષા આપે છે ત્યાં, કહેવાઈ પણ છે. ગુરુ કહે છે : “અમારાં સુચરિત ગ્રહણ કરજે, અન્ય નહિ.' આ કેવું નગ્ન સત્ય છે ! કોઈ નોકર માલિકને છોડી જાય કે ક-મને વિદાય લેતો હોય ત્યારે જો તે નોકર ખરેખર પરિચારક અને પારિપાર્થિક હોય તો માલિક તેને વિદાય આપતી વખતે શું એવું જ ન કહે ? એક કે બીજે કા૨ણે બે મિત્રો વચ્ચે અંતર ઊભું થતાં તેઓ પરસ્પર છૂટા પડે ત્યારે બંને એકબીજા પાસેથી શી આશા રાખે ? સામાન્ય રીતે જીવનવ્યવહારના દરેક પ્રદેશમાં માણસના મનમાં એવો ડર રહે છે કે, રખે મારી વાત આ ભાઈ પ્રગટ કરી દે. ઘણાં માણસોનું બળ કે પરાક્રમ એ જ હોય છે કે તેઓ સામાના દોષને પ્રગટ કરી દેવાની ધમકી આપ્યા કરે છે. એટલે પૈશુનવૃત્તિ એ ખરી રીતે સમાજનો સડો છે. દોષકથન એ જાતે દુષ્ટ નથી, પણ એની પાછળ કેવી વૃત્તિ રહેલી છે તે જ જોવાનું હોય છે. જો સવૃત્તિમૂલક દોષકથન હોય તો તે પૈશનમાં ન આવે. એવી સ્થિતિમાં એ કથન પરોક્ષ સ્થિતિમાં થાય પણ નહિ. સુવર્ણ નિયમ એ છે કે જે મોઢે કહી શકાય તેથી જરા પણ વધારે પીઠ પાછળ ન કહેવાય તો સમજવું કે એમાં પૈશુન નથી – જો આ વખતે તેમાં આવેશ ન હોય તો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy