________________
૧૭૨ • પરિશીલન એમ માને છે કે ઈશ્વર તો શું, પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કોઈ વસ્તુ નથી. આત્મા એ તો પાણીના પરપોટા જેવી પાંચ ભૂતોની બનેલી એક ગતિશીલ અને દય આકૃતિ માત્ર છે. આ બધી ઓછેવત્તે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ, કારણ અમુક કલ્પનાઓના પક્ષનો માણસ પણ ક્યારેક તે કલ્પનાઓ છોડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તો બંને પક્ષોથી તટસ્થ રહે છે.
- એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ન બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તો શું, કોઈ પણ પ્રાણી એવું નથી, જેને “હું કાંઈક છું' એવું હુંપણાનું ભાન ન હોય, તેમ જ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમજ દુ:ખ તરફનો અણગમો ન હોય. ત્રણે કાળમાં સૌને એકસરખી રીતે માન્ય થાય એવો આ અનુભવ તે જ તત્ત્વજ્ઞાનની કક્ષામાં આવે, કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભો થયેલો હોઈ ટકી રહે છે. તેમાં કોઈને કાંઈ વાંધો લેવા જેવું દેખાતું નથી. હુંપણાનું ભાન, સુખની રુચિ, દુઃખનો અણગમો એ અનુભવ સૌમાં એકસરખો અને સાચો સિદ્ધ થયો છે, તેને જ લીધે તેમાંથી ધર્મ જન્મ્યો છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય તેવું જ બોલવું અને તેવું જ આચરવું એવો જે સત્ય-અહિંસા નામનો ધર્મ મનુષ્યજાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળક્રમે તેનાં અનેક રૂપે વિકાસ થયેલો છે તેમ જ થતો જાય છે, તેના મૂળમાં પેલો અનુભવ જ કામ કરી રહ્યો છે. જીવ કે ઈિશ્વર હોવા ન હોવાની તેમ જ તેના નોખાપણા કે અનોખાપણાની ગમે તેટલી અરસપરસ વિરોધી કલ્પનાઓ પ્રવર્તતી હોય, છતાં કોઈ પ્રાણી કે કોઈ મનુષ્ય એવો નથી કે પોતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પોતાના તરફના સદ્વર્તનની આશા બીજા પ્રત્યે પોતાના સદ્વર્તનને ઘટે છે. એ ઘડતરવિરોધી ધક્કાઓથી મોડે મોડે જન્મ કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમજ થતા મહાન પુરુષો પોતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મથ્યા છે ને મથી રહ્યા. છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાંતોનો મૂળ સિદ્ધાંત બની રહ્યો છે.
તત્ત્વજ્ઞાનનો જન્મ કોઈ ને કોઈ સંપ્રદાયને આભારી છે. તત્ત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયોનો મુખ્ય ફાળો છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પોષણમાં પણ સંપ્રદાયોનો અમુક હિસ્સો છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્ત્વજ્ઞાન અને ધર્મના ઝરા જેવા સંપ્રદાયને સાંકડો, બંધિયાર તેમ જ મેલો પણ કરી નાખ્યો છે. અજ્ઞાન અને મોહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કોઈ એક સંપ્રદાય બહાર બીજા સંપ્રદાયોના વાસ્તવિક અનુભવને જોઈ શકતી નથી. કોઈ એને જોવા કહે તોય તે ડરે છે, ભડકે છે. પોતે પોતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી ચોમેરનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org