________________
પરિશીલન
૫. સુખલાલજી
દયાનો મૂળ આધાર પ્રેમતત્ત્વ છે. મનુષ્ય-મનુષ્યતર દરેક પ્રાણીમાં પ્રેમતત્ત્વ જ જીવન સાથે ઓતપ્રોત છે, અથવા એમ કહો કે પ્રેમ અને જીવન એ બંને શબ્દો પર્યાય માત્ર છે. પ્રેમ કરવો અને ઝીલવો, તેને વિકસાવવો અને વિસ્તારવો એ જ જીવનની પ્રક્રિયા છે. બીજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યા સિવાય અગર તો બીજાનો પ્રેમ ઝીલ્યા સિવાય કોઈ પણ નાનું કે મોટું પ્રાણી જીવી શકે નહિ. એ વિના એને જીવન કંટળાભરેલું જ લાગે અને જીવન જલદી છોડી દેવું એવો ભાવ જ જન્મે. આ ઉપરાંત, દરેક જીવધારી પોતાના પ્રેમનો વિસ્તાર પણ કરવા મથે છે અને ખરી રીતે એના વિસ્તારમાં જ એનું આખું જીવન પૂરું થઈ જાય છે. જડ અને ચેતન એ બે વચ્ચેનો ભેદ દર્શાવવો હોય તો પ્રેમના નાસ્તિત્વ અને અસ્તિત્વથી જ દર્શાવી શકાય. જો આમ છે, અને છે પણ એમ જ તો ઠર્યું એમ કે ચેતનાનો વિસ્તાર કરવો એ જ પ્રેમ છે. બીજા પ્રત્યે વહાલ દર્શાવવું અને બીજાનું વહાલ મેળવવું એ જ પ્રિય શબ્દ ઉપરથી બનેલ પ્રેમ શબ્દનો ફલિતાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org