________________
તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૪૭ ક્યારેય અનુભવી નથી. આમ છતાં સુદૂર ભૂતકાળથી આજ સુધીનો ભારતનો ઇતિહાસ એટલું તો કહે જ છે કે સિદ્ધાર્થ ગૌતમે માનવતાના વિકાસમાં જેટલો અને જેવો ફાળો આપ્યો છે તેટલો અને તેવો ફાળો બીજા કોઈ એક ધર્મપુરુષે દુનિયાના ઇતિહાસમાં આપ્યો નથી. જો આમ છે તો ભારત જ્યારે બુદ્ધની જયંતી ઊજવે છે ત્યારે તે કોઈ એક સંપ્રદાય કે પંથને મહત્ત્વ અર્પે છે એમ ન માનતાં માત્ર એટલું જ માનવું પડે છે કે ભારત પોતાને અને દુનિયાને મળેલા સર્વોચ્ચ માનવતાના વારસની જયંતી ઊજવી રહ્યું છે. આ એક તાત્ત્વિક વાત થઈ.
ભારત બહારના કોઈ પણ એક બૌદ્ધ દેશે, દાખલા તરીકે જાપાન કે ચીન જેવા વિશાળ રાષ્ટ્ર, બુદ્ધની આ જયંતી ભારત ઊજવે છે તે કરતાં પણ વધારે દમામથી અને કુશળતાથી ઊજવી હોત તો શું ભારતમાં ઉજવાનાર જયંતી કરતાં એમાં વધારે ગૌરવ આવત? હું માનું છું કે એવી કોઈ ઉજવણી માત્ર માગેલ કીમતી અલંકાર જેવી બનત. જે દેશમાં બુદ્ધ જળ્યા, જ્યાં પરિવ્રાજક થઈ લોકો વચ્ચે ર્યા અને જ્યાં તેઓ જ્ઞાન પામ્યા તેમ જ જીવનકાર્ય પૂરું કરી વિલય પામ્યા, ત્યાં તેમની જયંતીની ઉજવણી કેવી સાહજિક હોઈ શકે એ સમજવું વિચારવાનોને માટે રાય મુશ્કેલ નથી. આ પ્રશ્નને માત્ર સાંપ્રદાયિક કે રાજકીય દૃષ્ટિએ ન જોતાં માનવીય સંસ્કૃતિની દૃષ્ટિએ જોઈએ તો જ આવી ઉજવણીનું મુખ્ય પ્રેરક બળ ધ્યાનમાં આવે.
- ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન જ અને જીવન પછીનાં થોડાં જ વર્ષોમાં, વિશ્વના માનવતાવાદી લોકોના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેના જેવું સ્થાન પ્રાપ્ત કરતાં બુદ્ધજીવનને તો હજારો વર્ષ લાગ્યાં. તેનું કારણ જમાનાની જુદાઈમાં રહેલું છે. બુદ્ધના જમાનામાં ગાંધીજી થયા હોત તો એમના માનવતાવાદી વિચારોને પ્રસરતાં, બુદ્ધના વિચારોને પ્રસરતાં લાગ્યો તેટલો જ સમય લાગત. આજનાં વિચારવિનિમયનાં સાધનો એવાં ઝડપી છે કે જો તે જ બદ્ધ આ જમાનામાં થયા હોત તો ગાંધીજીની પેઠે પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાના વિચારોનો દૂરગામી પડઘો સાંભળી શકત. બુદ્ધનો માનવતાવાદી વિચાર લાંબા વખત પછી પણ એક જ સાથે આખા ભારતમાં અને દુનિયાભરમાં ગુંજે એ એક નવા જમાનાની અપૂર્વ સિદ્ધિ જ છે.
જો બુદ્ધનું વ્યક્તિત્વ આવું છે તો એ જાણવાની આકાંક્ષા સહેજે થઈ આવે છે કે બુદ્ધની એવી કઈ વિશેષતા છે, જે તેમને બીજા મહાન આધ્યાત્મિક પુરુષોથી જુદા તારવી આપે ? બુદ્ધના જીવનમાં, તેમના વિચાર અને આચારમાં, અનેક બાબતો એવી છે કે જે ઈતર મહાન ધર્મપુરુષોના જીવનમાં અને વિચાર-આચારમાં પણ જોવા મળે છે, પણ થોડીક છતાં તરત નજરે તરી આવે એવી વિશેષતાઓ તો બુદ્ધના જીવનમાં જ વંચાય છે. એ વિશેષતાઓને જો બરાબર સમજી લઈએ તો બુદ્ધના જીવનનું અને એમના વ્યક્તિત્વનું ખરું હાર્દ ધ્યાનમાં આવે. તેથી આ સ્થળે એ બાબત જ થોડોક વિચાર દર્શાવવા ધાર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org