________________
© • પરિશીલના
(૧) શુદ્ધ આદર્શ તેમ જ વ્યવહારની દૃષ્ટિએ અહિંસા વિશે વિચાર, (૨) આધ્યાત્મિક સત્ય લેખે તેમ જ જીવનોપયોગી સત્ય લેખે અહિંસાનો વિચાર.
૩) આત્મરક્ષા તેમ જ ધર્મ, ન્યાયની સ્થાપના જેવા સારા હેતુ માટે પ્રાચીનોએ શસ્ત્રયુદ્ધનો માર્ગ સ્વીકારેલો તેની, તે જ હેતુ માટે વપરાતી અહિંસક પદ્ધતિ સાથે સરખામણી.
પહેલા મુદ્દામાં શુદ્ધ આદર્શની દષ્ટિએ અહિંસાની અશક્યતા બતાવતાં પુરાણીની દલીલ એ છે કે જીવન જીવવું હોય તો બીજાનું જીવન પોતામાં સમાવ્યા સિવાય તે જિવાતું જ નથી. નોવો ગીવર્ય પક્ષ કે મોટું માછલું નાના માછલાને ગળે એ કહેવત જીવનનો સિદ્ધાંત જ રજૂ કરે છે. ખાવાપીવા, બેસવા આદિમાં થતી ઓછામાં ઓછી હિંસા કે શાકાહાર જેવા તદ્દન સાદા ખોરાકમાં થતી અતિ અલ્પ હિંસા પણ ખરી રીતે હિંસા જ છે. શુદ્ધ આદર્શની દૃષ્ટિએ ઓછી કે વત્તી, નાની કે મોટી હિંસામાં ફેર પડતો જ નથી. તેથી તેઓ કહે છે કે શુદ્ધ આદર્શની દૃષ્ટિએ અહિંસા શક્ય જ નથી. ત્યારબાદ તેઓ વ્યવહારુ રીતે અહિંસાની શક્યાશક્યતા વિશે વિચાર કરતાં પ્રતિપાદન કરે છે કે વ્યવહારુ દૃષ્ટિએ પણ અત્યારે અહિંસા શકય નથી. તેઓની દલીલ એ છે કે જો એક માણસ પણ સંપૂર્ણ અહિંસા આચરી શકતો નથી તો આખી પ્રજા કે આખા સમાજ પાસે અહિંસાના પાલનની આશા રાખવી એ તો આખા સમાજ પાસેથી શહીદી આચરવાની આશા રાખવા બરાબર છે, કે જે કદી શક્ય નથી.
શ્રી પુરાણીની વિચારપદ્ધતિનો મોટામાં મોટો અને તરત જ નજરે ચડે એવો દોષ એ છે કે તેઓ ગાંધીજીની અહિંસા કાર્યપદ્ધતિની અપૂર્ણતા અને વ્યવહારુતા બતાવવાની એકમાત્ર નેમથી જ વિચાર કરવા બેઠા છે. તેથી તેઓ શુદ્ધ આદર્શ અને વ્યવહારુ દૃષ્ટિ એવા બે વિકલ્પો માત્ર ખંડનદષ્ટિએ ઊભા કરે છે. માત્ર ખંડનદૃષ્ટિથી ઊભા કરવામાં આવતા વિકલ્પો, તક અને દર્શનશાસ્ત્રમાં શુષ્કવાદ કે અધર્મવાદ તરીકે જાણીતા છે, કારણ કે એવા વિકલ્પો ઊભા કરી યેન કેન પ્રકારેણ સામા પક્ષનું ખંડન કરવું એમાં ખુલ્લી રીતે સત્યની અવગણના હોય છે. પુરાણી પોતાની આખી ચર્ચા દરમિયાન શુષ્કવાદ કે અધર્મવાદના ભોગ બન્યા છે. તેઓ ખંડનદૃષ્ટિના એકપક્ષી વહેણમાં પોતાના ગુરુ શ્રી અરવિંદનું વિધાન જ ભૂલી જાય છે. શ્રી અરવિંદે પોતે જ કહ્યું છે કે પૂર્ણ આદર્શ હંમેશાં અસિદ્ધ જ રહે છે, છતાં એની પ્રેરણા જ વ્યવહારુ અમલમાં પ્રાણદાયી નીવડે છે અને વ્યવહારમાં ઉત્તરોત્તર માણસને આગળ વધારે છે. ગાંધીજી પણ અહિંસા વિશે બીજું શું કહેતા અને માનતા? તેઓએ અનેક વાર ફરીફરીને કહ્યું છે કે પૂર્ણ અહિંસા તો પરમેશ્વરમાં જ સંભવે, પણ માણસનો ધર્મ એ છે કે એની દિશામાં પોતાથી બનતું બધું જ પ્રામાણિકપણે કરી છૂટે. એમ કરનાર જ કાંઈક ને કાંઈક આદર્શની નજીક જતો જાય છે. ગાંધીજી પોતે જ પોતાની અહિંસક પદ્ધતિને અહિંસાના શુદ્ધ આદર્શને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org