________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા • ૭૯ પ્રચારક પેલા સ્થૂળ વ્યવહારુ માણસની કોટિનો જ છે. પેલા આદર્શ કે ભાવનાનો તે સાચો સ્વામી નથી હોતો, પણ તેનો ગુલામ હોય છે. કોઈ બીજાની પકડમાં તે આવી ગયેલો હોય છે. એ ભાવના તેને ધકેલતી હોય છે. એની ઇચ્છાશક્તિ તે ભાવનાને અધીન થઈ ગયેલી હોય છે. એ ભાવનાનો સાચો પ્રકાશ તેને મળેલો નથી હોતો પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જિજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખો ફરી ફરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરું છું. જે એ લેખો વાંચી શ્રી પુરાણીની અહિંસા વિશેની ચર્ચા વાંચશે તેને મારું કથન વજૂદવાળું છે કે નહિ તેની ખાતરી થયા વિના નહિ રહે.
કોઈ એક ભાઈ, જે શ્રી અરવિંદાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પોતાના કામમાં પડ્યા હશે, તેમને સંબોધી શ્રી પુરાણીએ પોતે જ એક લાંબો પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસંબદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં કર્મ અને કર્મયોગ’ એ મથાળા નીચે છપાયેલો છે. શ્રી પુરાણીનો આ પત્ર અને તેમનો અહિંસા વિશેનો દૃષ્ટિકોણ બંને સરખાવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતું કે તેઓ અમદાવાદવાળા પોતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગંભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઉતારનાર ગાંધીજીના અહિંસક કર્મયોગને તેઓ શા માટે અવગણતા હશે? શ્રી પુરાણી સ્પષ્ટ લખે છે : જે કામ લીધું હોય, યા તો પ્રકૃતિની યોજનામાં જે આપણે કરવાનું આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણો અંતરાત્મા વિરોધ કે પ્રતિરોધ કરતો ન હોય તો તે કામ કરવામાં આપણી આધ્યાત્મિક પ્રગતિને કોઈ જાતનો બાધ આવતો નથી, એ વાત ઘણા લોકો સમજતા નથી.” (પૃ. ૧૫૮). આ સ્થળે હું અત્યંત વિનમ્રભાવે શ્રી પુરાણીને પૂછવા ઇચ્છું છું કે તમે કર્મયોગ માટે જે વિધાન કર્યું છે તે વિધાનને વધારે વ્યાપક રૂપમાં અને સ્વયંભૂ ર્તિથી ગાંધીજીએ અમલમાં મૂક્યું અને તેની દુનિયાના બધા જ ભાગોમાં ઓછેવત્તે અંશે ઊંડી અસર થઈ. શું એ જ ગાંધીજીના કર્મયોગની ખામી છે? શ્રી પુરાણીની દૃષ્ટિએ એમ હોવાનો સંભવ છે કે શ્રી અરવિંદની આધ્યાત્મિકતા ગાંધીજીની આધ્યાત્મિકતા કરતાં ઘણી જ ઉન્નત છે, એની સરખામણીમાં ગાંધીજીની આધ્યાત્મિકતા હોય તો એ બહુ સાધારણ કોટિની છે. તેમની આ માન્યતા હોય તો તે સામે મારે કશું જ કહેવાનું નથી. હું જે કહેવા ઇચ્છું છું તે તો એટલું જ છે કે ગાંધીજીમાં પ્રકટેલું નૂર, પછી એને નામ આધ્યાત્મિક આપો કે વ્યાવહારિક, પણ તે નૂર અને તેણે સ્થાપેલા માર્ગો શ્રી માતાજીના વિશ્વસંવાદને મૂર્ત કરતા હોય તેવા છે. આ બધું આખી દુનિયાના ઊંડામાં ઊંડા વિચારકોને તો હતા જેવું દેખાય છે. શું મારા જેવાએ આ બધા તટસ્થ અને સૂક્ષ્મ વિચારકો કરતાં શ્રી પુરાણીનું દૃષ્ટિબિંદુ વધારે તટસ્થ અને સારગ્રાહી સમજવું? મન ના પાડે છે.
આટલી પ્રસ્તાવના પછી પુરાણીએ ચર્ચેલ મુદ્દાઓમાંથી થોડાક તારવી મારી પોતાની ભાષામાં અહીં રજૂ કરી તેની સમીક્ષા કરવા હું ધારું છું. તે મુદ્દા આ રહ્યા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org