________________
૭૮ • રિશીલન
શ્રી સુંદરમ્ તો મારા થોડાઘણા પરિચિત છે જ. તેમની શક્તિઓ વિશે મારો પ્રથમથી જ અતિ આદર રહ્યો છે. એટલે તેમના તંત્રીપદે સંપાદિત થતા 'દક્ષિણા'ના લેખો અવારનવાર વાંચવા પ્રેરાઉ છું. છેલ્લે જ્યારે અહિંસા વિશેનો વિસ્તૃત લેખ વાંચ્યો ત્યારે હું અનેક રીતે વિચારમાં પડી ગયો.
યોગીન્દ્રની પરિચર્ચામાં રહેનાર અને યોગસાધનામાં ભાગ લેનાર પ્રૌઢ વ્યક્તિને હાથે સદા વિકાસ પામતા અને ઉત્તરોત્તર વધારે ઊહાપોહ માગતા અહિંસા જેવા કાળજૂના સૂક્ષ્મ તત્ત્વ વિશે જે કાંઈ લખાયું હોય તે સાધારણ, તુચ્છ કે ઉપેક્ષાપાત્ર હોઈ ન શકે એ વિચારે એ લેખને હું અનેક વાર સાંભળી ગયો અને તે ઉપર યથાશક્તિ સ્વતંત્ર તેમ જ તટસ્થપણે મનન પણ કર્યું; પરંતુ દુ:ખ સાથે કહેવું પડે છે કે શ્રીયુત પુરાણીની અહિંસા વિશેની ચર્ચા ઘણે સ્થળે વિચાર, તર્ક અને સત્યથી વેગળી છે. કેટલીક વાર એમ લાગે કે આ સત્યલક્ષી તત્ત્વમીમાંસા નહિ, પણ એક પૂર્વગહપ્રેરિત પીંજણ અને શબ્દચ્છળ માત્ર છે. વળી, આખા લેખનો ઝોક એમ સૂચવતો લાગે છે કે તેઓ અહિંસાની તટસ્થ અને મૂળગામી ચર્ચાને નિમિત્તે માત્ર ગાંધીજીની પદ્ધતિની સામે કાંઈ ને કાંઈ કહેવા બેઠા છે.
શ્રી પુરાણી અહિંસાતત્ત્વને નથી માનતા એમ તો નથી જ. એમણે અહિંસાની ઉપયોગિતા સ્વીકારી છે અને અહિંસાની વ્યાખ્યા પણ કરી છે. છતાં તેમની પ્રશ્નોત્તરીમાં મધ્યસ્થાને જાણે ગાંધીજી જ ન હોય તેમ ગાંધીજીમાં ઉદય પામેલી અને વિકસેલી અહિંસાનો વિચાર આવે છે તેમ જ તેમની અહિંસક પદ્ધતિનો પ્રશ્ન આવે છે ત્યારે શ્રી પુરાણી માત્ર મનનું યોગસુલભ સમતોલપણું જ નથી ગુમાવતા, પણ તેઓ જે પૂર્ણયોગની દિશાના પ્રવાસી છે અને જે પૂર્ણયોગની મહત્તા શ્રી અરવિંદના તથા શ્રી માતાજીના ધ્રુવ મંત્ર જેવા પ્રસન્ન અને ગંભીર લેખોમાં પ્રતિપાદિત થઈ છે તેને જ અન્યાય કરે છે. જ્યારે હું ફરીફરીને ‘દક્ષિણા’ના પ્રથમ વર્ષના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થયેલા શ્રી માતાજીનો વિશ્વસંવાદની સ્થાપના' અને શ્રી અરવિંદના ‘અમારો આદર્શ' તેમ જ ‘રૂપાંતર’, ‘નવું પ્રસ્થાન' એ લેખો વાંચું છું તેમ જ પ્રથમ વર્ષના બીજા અંકમાં પ્રસિદ્ધ થયેલ શ્રી અરવિંદનો આદર્શો ’ એ લેખ વાંચું છું ત્યારે એ બંને વ્યક્તિઓની વિશાળ દૃષ્ટિ અને દરેક પક્ષને વાજબી રીતે તોળવાની તેમ જ કોઈ પણ પક્ષને અન્યાય ન થાય તેવી રીતે ચર્ચા કરવાની સમતોલ વૃત્તિ પ્રત્યે ઊંડા આદરથી મસ્તક નમી પડે છે. એની જ સાથે જ્યારે હું શ્રી પુરાણીના અહિંસા વિશેના દૃષ્ટિકોણને સરખાવું છું ત્યારે મને તદ્દન ચોખ્ખચોખ્ખું એમ લાગે છે કે પુરાણી પોતાના ગુરુ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચાર અને ધ્યેયને જ જોખમાવી રહ્યા છે. આદર્શો’ નામના લેખમાં શ્રી અરવિંદે કહ્યું છે તે પોતાને વિશે કેટલું લાગુ પડે છે એ શ્રી પુરાણી અંતર્મુખ થઈ વિચારી જુએ તો તેઓ ભાગ્યે જ સત્યને અન્યાય કરશે. શ્રી અરવિંદ કહે છે : “એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org