________________
૬૮ • પરિશીલન ગોપા સંકોચ નથી સેવતી, છતાં તે એક ખાનદાન કન્યાને સહજ એવી મર્યાદા સાથે પોતાની સખીઓ સાથે જ ત્યાં જાય છે અને કુમાર સાથે બોલવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં કટાક્ષ તેમ જ વિનોદપૂર્ણ શૈલીથી કુમારને ત્યાં જ જીતી લે છે. (૩) જ્યારે રૂઢિબદ્ધ નરનારીઓ ઘૂંઘટ ન કાઢવા બદલ ચોમેર ટીકા કરતાં જણાય છે ત્યારે એક ધીરાદાત્ત નવપુત્રવધૂ લેખે તે શ્વશુર શુદ્ધોદનની સામાજિક ગૂંગળામણ ટાળવા તેમની સમક્ષ પોતાનો કેસ એવી ચાતુરી, એવી નમ્રતા અને એવી સત્યનિષ્ઠાથી રજૂ કરે છે કે શુદ્ધોદન અને આખો સમાજ છેવટે તેના ઉદાત્ત વલણને માન આપી સ્ત્રીવર્ગની એક તત્કાલીન ગુલામીને રૂઢિ સાથે જ ફેંકી દે છે.
લલિતવિસ્તરનો લેખક મોટે ભાગે ભિક્ષુ જ સંભવે છે. તે જન્મે, વતને ને ઉછેરે ગમે તે નાત, દેશ કે સમાજનો હોય, છતાં તે એક શ્રમણ વર્ગના – ખાસ કરી બૌદ્ધ સંઘના – સભ્ય લેખે કોઈ પણ જાતનાં નાત-જાત કે દેશ આદિનાં સંકુચિત બંધનોને અધીન રહ્યા સિવાય જ કેવળ ગુણવત્તાની ભૂમિકા ઉપરથી જ વિચાર કરતો લાગે છે. ત્યાગલક્ષી ભિક્ષુ હોવા છતાં તે લેખક ગૃહસ્થાશ્રમનું અને તેમાંય દામ્પત્યજીવનનું જે મૂલ્ય આંકે છે, તે એની ઊંડી સમજણ દર્શાવે છે. જોકે એની સામે એક અટપટો પ્રશ્ન છે : તે એ કે દેશદેશાત્તરમાં ત્યાગી, ધ્યાની અને બ્રહ્મચારી તરીકેની સર્વોત્કૃષ્ટ પ્રતિષ્ઠા પામનાર બુદ્ધને તારુણ્યકાળમાં પણ લગ્નજીવનમાં કેવી રીતે પ્રવેશ કરાવવો અને એ ઘટનાને બંધબેસતી કરવી ? હજારો નહિ, લાખો લોકો જેને પૂર્ણ બ્રહ્મચર્યના સમર્થક તરીકે પૂજતા હોય, તેને તેના ચરિત્રચિત્રણમાં એક તરુણીના સહભાગી ને સખા થતા જોવામાં એકાંગી ભક્તોને આંચકો લાગે. જાણે કે આવી જ કોઈ મુશ્કેલીમાંથી છૂટટ્યા માટે એ લેખકે કુમાર સિદ્ધાર્થ પાસે લગ્ન કરવું કે ન કરવું એ પ્રશ્ન પરત્વે વિચાર કરાવ્યો છે; અને તે વિચાર એવો કે લગ્નના દોષ જાણવા છતાં છેવટે લોકકલ્યાણની ભાવના તેમ જ પૂર્વપરંપરાને અનુસરવાની દૃષ્ટિથી સિદ્ધાર્થ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. લેખક બૌદ્ધ ભિક્ષુ હોવા છતાં અંતે તૈત્તિરીય ઉપનિષદમાંની પ્રગતિનું મ વ્યવછેલ્લીઃ એ સનાતન રાજમાર્ગ જેવી ગાઈથ્ય દીક્ષાને જ સ્વીકારે છે.
- અખંડ આનંદ, જુલાઈ, ૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org