________________
બુદ્ધ અને ગોપા • ૬૭ સિદ્ધાર્થને વરવાની કન્યા ગોપાની ઇચ્છા પુરોહિત દ્વારા જાણ્યા પછી પણ કુમારને મોકળા મનથી કન્યાની છેલ્લી પસંદગી કરી લેવા માટેની તક આપવી તે. ચોથી બાબત વધારે મહત્ત્વની લાગે છે. વડીલો સમક્ષ ઘૂંઘટ કે લાજ નહિ કાઢવા માટે રૂઢિચુસ્ત લોકો તરફથી ટીકા થતાં જ્યારે ગોપા શિષ્ટ અને વીર નારીની હેસિયતથી લાજ કાઢવા અને ન કાઢવા વચ્ચેનું અંતર માર્મિક રીતે પ્રગટ કરે છે, ત્યારે શ્વશુર તરીકે શુદ્ધોદને પુત્રવધૂ ગોપાના વક્તવ્યને સ્વચ્છંદી કે ઉદ્ધત ન લખતાં ઊલટું વધાવી લઈ તેને પ્રતિષ્ઠા આપી લાજની રૂઢિને તોડી તે.
૨. દંડપાણિઃ બીજું પાત્ર દંડપાણિ છે, જે ગોપાનો પિતા છે. પુત્રી ગોપા કુમાર સિદ્ધાર્થને વરવા ઇચ્છે છે એ જાણ્યા પછી પણ તે શુદ્ધોદને કરેલા માગાને સ્વીકાર્યા પહેલાં એક એવી શરત મૂકે છે કે જો શરતમાં કુમાર પસાર થાય તો પુત્રીને પોતાની પસંદગી કર્યા બદલ પ્રસન્નતા થાય અને હોંશ વધે અને જો શરતમાં ઉમેદવાર પસાર ન થાય તો કન્યાને પોતાને જ પોતાની પસંદગી કે નિર્ણય બદલવાની તક મળે, અને પિતા તરીકે ઉંમરલાયક પુત્રીની ઇચ્છાને કશી દલીલ આપ્યા વિના અવગણવાના અનિષ્ટ પરિણામથી બચી જવાય.
૩. સિદ્ધાર્થ: ત્રીજું પાત્ર સિદ્ધાર્થ છે. એની વિશેષતાઓ તો ઘણી છે. (૧) કુટુંબીઓ લગ્ન બાબત પૂછવા જાય છે, ત્યારે તુરતાતુરત હા કે ના ન પાડતાં સાત દિવસ પછી પૂર્ણ વિચાર કર્યા બાદ જવાબ આપવાનું કહે છે અને તે જવાબ પણ એક વિચારશીલ સુશીલ પુત્રને શોભે એવી રીતે લખીને, અને તે પણ સ્પષ્ટપણે, પિતાને આપે છે. એમાં તે પોતાની પસંદગી પામવાયોગ્ય કન્યા કેવી હોઈ શકે તે દર્શાવતાં દામ્પત્ય, કુટુંબ અને સમાજજીવનને સુખી કરવા માટે જે આવશ્યક ગુણો છે તેનો ખાસ નિર્દેશ કરે છે, જે ભાવી બુદ્ધની એક વિચારભૂમિકા સૂચવે છે. (૨) ગોપાએ પોતાની કરેલી પસંદગીમાં તે કેટલી વાજબી છે એની એના પિતા દંડપાણિને પાકી ખાતરી કરી આપવા તેમ જ ગોપાનું સન્માન વધારવા અને સાથોસાથ પોતાના પિતા શુદ્ધોદનને થતી ચિંતા ટાળવા કુમાર સિદ્ધાર્થ દંડપાણિએ મૂકેલી શરતોમાં ભાગ લેવા તૈયાર થાય છે અને શારીરિક તેમ જ બૌદ્ધિક બધી જાતની પરીક્ષાઓમાં પૂર્ણ સફળ થઈ લગ્ન માટે સુપ્રસન્ન વાતાવરણ સરજે છે.
૪. ગોપાચોથું પાત્ર ગોપા છે. તે જેમ પાત્રોનું છેલ્લું છે તેમ તે અનેક દૃષ્ટિએ ચઢિયાતું પણ લાગે છે. ભાવિ બુદ્ધ જેવી વ્યક્તિને માટે પત્ની તરીકે વધારેમાં વધારે યોગ્ય પાત્રની જે આશા રાખી શકાય અને જે કલ્પના કરી શકાય તે ગોપામાં સિદ્ધ થતી લાગે છે. (૧) વધૂની પસંદગી બાબતનો કુમારનો પત્ર પુરોહિત પાસેથી લઈ વાંચતાંવેંત જ ગોપાએ દર્શાવેલ એનો આત્મવિશ્વાસ કે હું કુમારની ગુણપસંદગીને
અવશ્ય સંતોષે તેમ છું. (૨) સભામંડપમાં કુમારને હાથે વહેંચાતી ભેટ લેવા જવામાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org