________________
૧૨૮ • પરિશીલન આ રીતે નાનાભાઈએ થોડાક, પણ સુયોગ્ય ચેતન-ગ્રંથો નિર્માણ કર્યા, જે આશ્રમજીવનને આભારી છે.
કોઈ પણ સંસ્થાએ પ્રાણવાન રહેવું હોય તો સંસ્થાના સ્થાપક અને મુખ્ય જવાબદારે તે સંસ્થાને તેજ અર્પતા રહે, વિકસાવતા રહે, એવા શિષ્યો નિપજાવવા જ જોઈએ. હું સમજું છું કે નાનાભાઈએ એવી નાની, પણ દીપમાળા પ્રકટાવી છે.
નાનાભાઈ નામમાં નાના છે; આત્મા જુદો જ છે. તેથી જ દક્ષિણામૂર્તિના મુદ્રાલેખમાંનું આ પાદ તેમને લાગુ પાડવામાં યથાર્થતા જોઉં છું: “વૃદ્ધ શિષ્યા ગુર્યુવા ' નાનાભાઈ સિત્તેર વટાવ્યા પછી પણ યૌવન ન અનુભવતા હોત તો કદી તેઓ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સ્થાપવા અને ચલાવવાનો વિચાર જ કરી ન શકત.
આ દેશમાં અનેક મઠો અને આશ્રમો શતાબ્દીઓ થયાં પેઢીદરપેઢી ચાલ્યા આવે છે. જ્યારે પ્રજાને કેળવણીથી પોષવા ઊભી થયેલી સંસ્થાઓ થોડા જ વખતમાં કાં તો વેરવિખેર થઈ જાય છે અને કાં તો નિષ્માણ બની રહે છે. એનું શું કારણ? એ પણ વિચારવું ઘટે. મને એમ લાગે છે કે શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓને જન્મ આપનાર તેમ જ તેને પોષનાર પોતાની પાછળ સુયોગ્ય શિષ્યપરંપરા ઊભી નથી કરી શકતો, અને આવી સંસ્થાના સાતત્ય તેમ જ વિકાસ માટે અનિવાર્ય રીતે જરૂરી એવી ચારિત્રશુદ્ધિની નિષ્ઠા કેળવી નથી શકતો; તેમ જ નવાં નવાં આવશ્યક બળોને ઝીલવા જેવી આવશ્યક પ્રજ્ઞાનાં બીજો ઉગાડી નથી શકતો. જો આ વિચાર સાચો હોય તો કેળવણીકારોએ સંસ્થા સ્થાપવા અને ચલાવવા સાથે આ મુદ્દા તરફ પણ ધ્યાન આપવું ઘટે.
નવાં બળોને વિવેકપૂર્વક ઝીલવા સાથે નાનાભાઈએ કેટલીક સુંદરતર પ્રાચીન પ્રથા પણ સાચવી રાખેલ મેં અનુભવી છે. એનું એક ઉદાહરણ આતિથ્યધર્મ. પચીસથી વધારે વર્ષ થયાં હશે. ભાવનગરમાં છાત્રાલય-સંમેલન હતું. તેની બધી જ વ્યવસ્થા, જે છાત્ર-સંચાલિત હતી, તે તો સુંદર હતી જ, પણ અમે કેટલાય મિત્રો રવાના થયા ત્યારે નાનાભાઈ દરેક માટે ટ્રેન ઉપર ભાતું લઈ વળાવવા આવ્યા. એમ તો મેં મારા કુટુંબ, ગામ અને સગાંઓમાં ભાતાની પ્રથા જોયેલી, પણ જ્યારે એક સંસ્થાના સંચાલક અને તેમાંય મોવડી ભાતું લઈ મહેમાનને વિદાય કરવા આવે ત્યારે નવાઈ જરૂર લાગે. અમે બધાએ કહ્યું, “અહીં આતિથ્ય ઓછું થયું છે કે વધારામાં ભાતું ?' નાનાભાઈ કહે, ના, રસ્તામાં ખાવું, હોય તો ઘરની વસ્તુ શાને ન વાપરીએ ? અને આ પ્રથા મને સારી પણ લાગે છે.' ઇત્યાદિ. હું તો આ સાંભળી વિચારમાં પડી ગયો. બીજો પ્રસંગ : ગૂજરાત વિદ્યાપીઠમાં સંમેલન હતું. કુળનાયકપદે નાનાભાઈ અને કુળપતિપદે બાપુજી. સંમેલન વખતે રસોડે જમનાર માટે કુપનો કાઢેલાં. જમવું હોય તે કૂપન ખરીદી લે ઘણા મહેમાનો બહારગામના અને કેટલાક દૂર શહેરમાંથી આવેલા. તે પણ કૂપન ખરીદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org