SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ • પરિશીલન હોગા.” ગિદવાણીજીને પણ એ તાકીદ કરતા. બધા એ માટે પ્રયત્નશીલ પણ રહેતા, અને ગાંધીજીનું કથન કોઈને કડવું લાગ્યું જાણ્યું નથી, અર્થાત્ રાષ્ટ્રભાષા અને ગુજરાતી વચ્ચે વિદ્યાપીઠમાં કદી અથડામણી થઈ હોય એમ જાણ્યું નથી. રાષ્ટ્રભાષા માટે આટલો બધો આગ્રહ છતાં ગુજરાતમાં સૌનું મોઢું ગુજરાતી ભાષા તરફ રહેવું જોઈએ, એનો ગાંધીજીનો આ પ્રકારનો આગ્રહ હતો એની પાછળ દષ્ટિ એ હતી કે શિક્ષણના તમામ લાભો પ્રજાના થરથરમાં પચે. શ્રી કિશોરલાલ મશરૂવાળાની દૃષ્ટિ પણ આ પ્રકારની છે. એમને તો સ્વભાષાનોયે આગ્રહ નથી. એ તો માને છે કે “માણસની કોઈ કુદરતી સ્વભાષા (માતૃભાષા કે પિતૃભાષા) છે જ નહિ.” ભાષા અને લિપિને તે કેળવણી કે જ્ઞાન માનતા નથી; કેવળ એનાં વાહન કે સાધન માને છે. છતાં “સમૂળી ક્રાન્તિમાં “કેળવણી” નામના છેલ્લા વિભાગમાં “સિદ્ધાંતોનો નિશ્ચય” એ પ્રકરણમાં એમણે બે વાતો પૂરતી સ્પષ્ટતાથી કહી છે. એક એ કે, “સ્વભાષા દ્વારા શિક્ષણ મળે તે કરતાં પરદેશમાં જઈને શીખવાનો પ્રશ્ન હોય તોવીપથી છેવટ સુધી પ ન પાષા દ્વારા શિક્ષણ મ વધુ મહત્ત્વનું છે. શિક્ષણનું વાહન વારેવારે વતાય , રૂછ નથી. પ્રાથમિક શિક્ષણ એકમાં, માધ્યમિક બીજીમાં, અને ઉચ્ચ ત્રીજીમાં એ બરાબર નથી. .કમમાં કમ એક પ્રાન્તમાં એક જ ભાષા દ્વારા શિક્ષણ અપાય એ ઈષ્ટ છે.” બીજી વાત એમણે એ કહી છે. “કેળવણીનું સારામાં સારું અને સફળ વાહન કેળવણી આપનારની નહિ, પણ કેળવણી લેનારની સ્વભાષા છે.” આપણે ત્યાં જે વિખવાદો છે તેથી શ્રી. મશરૂવાળા અજાણ તો નથી જ, છતાં એમણે આમ કહ્યું છે તેની પાછળની દૃષ્ટિ સમજાવી જોઈએ. “બોલનાર શિક્ષકે કે વ્યાખ્યાનકારે સાંભળનારની ભાષા શીખવી ઘટે, ન કે એથી ઊલટું,” એ નિયમ દર્શાવીને એમણે કહ્યું છે કે, “કેટલેક અંશે સભ્યતા પણ આ નિયમમાં છે.” * બાબુ રાજેન્દ્રપ્રસાદે પણ આ પ્રશ્ન પરત્વે પોતાનાં મંતવ્યો “હરિજનમાં થોડાક વખત પર જ પ્રગટ કર્યા હતાં. એમણે એમાં ઉચિત જ કહ્યું છે કે, પોતપોતાની ફરજ બરાબર બજાવી શકે એટલા માટે વહીવટી અમલદારો સુપ્રીમ કોર્ટ પ્રાન્તક સરકારો અને હાઈકોર્ટના જ નહિ પણ છેક નીચલી અદાલતોના વકીલો અને ન્યાયાધીશો, ધારાસભાના સભ્યો વગેરેએ ઓછામાં ઓછી હિંદ સમસ્તી સર્વમાન્ય ભાષા જાણી લેવી જોઈએ એના પરથી એ ફલિત થાય છે કે એ સર્વમાન્ય ભાષા પ્રબંધ લોકોએ શીખવાની રહેશે અને લોકશાહીને સફળતાપૂર્વક ચલાવવી હોય તો તે સમગ્ર પ્રજાવ્યાપી નહિ, તો બની શકે એટલી બહોળી લાયેલી હોવી જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy