________________
૧૦ • પરિશીલન ચેપ ઉત્તરોત્તર વધતો જવાનો છે. અત્યાર લગીમાં આ ચેપને લીધે જ શેઠશ્રી નવીનચંદ્ર, ડૉ. વિક્રમ સારાભાઈ, શેઠશ્રી શાંતિલાલ મંગળદાસ વગેરેએ વટબીજના વિસ્તારમાં ફાળો આપ્યો છે, એ પણ સોસાયટીના પ્રયાસનું જેવું તેનું મૂલ્ય નથી. જે અનેક વિશિષ્ટ અધ્યાપકો અને બીજા કાર્યકર્તાઓ સોસાયટીને મળ્યા છે, તેમ જ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંપત સોસાયટીને લાધી છે તે પણ સોસાયટીનું મહામૂલું ધન છે. આ રીતે આપણે સોસાયટીના પ્રયાસોનો વિચાર કરીએ તો આશા પડે છે કે એનો લોકકલ્યાણ કરવાનો મંગળવાહી ઉદ્દેશ વધારે ને વધારે સિદ્ધ થવાનો જ છે. અને ક્યારેક, કદાચ બહુ જ થોડા વખતમાં એવો પણ સમય આવશે કે ડો. ધ્રુવને કેળવણીની બાબતમાં ગુજરાત પછાત છે એવું જ લાગતું તેના સ્થાનમાં કાંઈ જુદું જ ચિત્ર એમનો સ્વર્ગવાસી . આત્મા નિહાળશે.*
2 “ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસઃ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન. (૧૯૫૧)ની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org