SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ખરો કેળવણીકાર • ૧૨૫ હાઈસ્કૂલના ઉપરના વર્ગોમાં તેની કળા ખીલતી દેખાય છે, તે કરતાં પણ તેનો વધારે પ્રકર્ષ તો કોલેજકાળ દરમિયાન સધાય છે. આર્થિક સંકડામણ, કૌટુમ્બિક જવાબદારીઓ અને મુંબઈની મોહકતા એ બધાં વચ્ચે જે સાદગી, જે જાતમહેનત અને જે કાળજીથી એમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યની સાધના કરી છે અને તંગીમાં પણ જે ઉચ્ચ કક્ષાનાં સુરુચિ અને બોધવર્ધક નાટકો જોવામાં રસ કેળવ્યો છે, તે એનો પુરાવો છે. આ તો અભ્યાસકાળના કૃતયોગની વાત થઈ, પણ તેમણે કાર્યકાળ અને અધ્યાપનકાળમાં જે અનેક રીતે શ્રતયોગની સાધના કરી છે તે તેમનાં લખાણોમાં, બોલચાલમાં અને પ્રત્યેક વ્યવહારમાં બારીકીથી જોનારને તરત જણાઈ આવે તેમ છે. નાનાભાઈનું કાઠું જ શીલથી સહજ રીતે ઘડાયું હોય તેમ લાગે છે. છેક નાની ઉંમરમાં કરેલ ઘડિયાળની ચોરીને વગરસંકોચે કબૂલવી અને કડવું વેણ ન કહેતાં કટોકટી પ્રસંગે જાતે ખમી ખાવું એ શીલધર્મનો પાયો છે. આર્થિક તંગી વખતે અને કુટુંબીજનોના દબાણ વચ્ચે પણ જ્યારે સાચાં પ્રલોભનોને જતાં કરવાનો વારો આવે છે, ત્યારે નાનાભાઈ ત્રિકમબાપાના અસંગ્રધ્વતને જાણે નવું રૂપ ન આપતા હોય તેમ વર્તે છે. કર્તવ્ય પ્રત્યેની મક્કમતા અને આંતરનિરીક્ષણની પ્રધાનતા એ “ઘડતર અને ચણતરના પદેપદે નજરે પડે છે. પોતાના અતિશ્રદ્ધેય ગુરુવર્ય શ્રીમતુ નથુરામશર્માને તેમની ઇચ્છા મુજબ મુખ્ય આસન ન દેવાનો પોતાનો સમયોચિત નિર્ધાર જ્યારે ભક્તહૃદય નાનાભાઈએ નભાવ્યો હશે ત્યારે તેમના ચિત્તમાં મક્કમતાનો પારો કેટલો ચડ્યો હશે તે આજે આપણે કેવી રીતે કલ્પી શકીએ ? ફરી લગ્ન કરવાના કૌટુંબિક આગ્રહને વશ થયા પછી જ્યારે નાનાભાઈ પોતાનું આત્મનિરીક્ષણ ખુલ્લા મનથી કરે છે ત્યારે એમ લાગે છે કે તેમને છુપાવવાનું કશું નથી. અને એ એમનું આત્મનિરીક્ષણ આજે બીજાના આગ્રહને કારણે જ લગ્ન કર્યાની વાત કરનાર અને બડાશ હાંકનાર કેટલાયના આંતરમનનું પ્રતિબિંબ પાડતું હોય તેમ લાગે છે. નાનાભાઈના પૂર્ણ ઋતયોગ અને શીલનો પૂરો આવિર્ભાવ દક્ષિણામૂર્તિની સ્થાપનાના સમયથી સ્પષ્ટપણે દેખા દે છે. વિદ્યાર્થીને તાલીમ આપવી હોય તે કરતાં પોતાના જીવનને તાલીમ આપવા સંસ્થા કાઢી છે એવી પ્રતીતિ મને આજે પણ છે.” તેમનું આ કથન તેમના આખા જીવનની ચાવીરૂપ છે, એમ તેમને ઓળખનાર કોઈ પણ કહી શકશે. તેમણે એવા મતલબનું પણ કહ્યું છે કે કુટુંબકંકાસ અને બીજી અથડામણીઓએ મને અહિંસાની ભૂમિકા પૂરી પાડી છે. આ વસ્તુ તેમનું જીવન સમજવા માટે અગત્યની છે. નાનાભાઈની પ્રજ્ઞાનો કહો, કે પ્રાચીન સાંખ્યભાષા વાપરીને કહીએ તો વિવેકખ્યાતિનો કહો, ઉત્કર્ષ પોતાના પરમ શ્રદ્ધેય ગુરુવર્યની બાહ્ય-આંતર ચારિત્રની સ્પષ્ટ, પણ વિનમ્ર સમાલોચના કરતી વખતે દેખાય છે. શ્રદ્ધા અને શ્રદ્ધામૂલક ધર્મસંસ્કાર એ જીવનમાં મોટી ગ્રંથિ છે, જેને બુદ્ધદષ્ટિ' કહે છે. નવું સત્ય સૂઝતાં નિર્ભયપણે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy