________________
રર૬ • પરિશીલન ત્યાં વારાણસી પાસેના મૃગદાવ ઉપવનમાં આવી પહોંચ્યો. સભિક બુદ્ધ સાથે કુશળવાર્તા કરી એક બાજુ બેસી ગયો અને તેણે ભગવાન બુદ્ધને પ્રશ્નો પૂછવાના ઇરાદાથી કહ્યું કે, “હે ભદન્ત તથાગત ! હું નામે સભિક પરિવ્રાજક કેટલીક શંકાઓ નિવારવા તમારી પાસે આવ્યો છું અને જિજ્ઞાસાવશ પૂછું છું કે તમે મારા પ્રશ્નોનો અનુક્રમે યોગ્ય ખુલાસો કરો.” તથાગતે કહ્યું કે, “તું બહુ દૂરથી જિજ્ઞાસાવશ આવે છે, તો ખુશીથી પ્રશ્નો કર. હું તેનો યથાયોગ્ય ઉત્તર વાળીશ.”
સભિક ગાથાબદ્ધ શૈલીમાં પ્રથમ પ્રશ્ન કર્યો કે ભિક્ષ કોને કહેવાય ? શ્રમણ અને દાન્ત કોને કહેવાય? બુદ્ધે કહ્યું કે જેણે આત્મજય કર્યો હોય, જે કાંક્ષાથી પર હોય અને જેણે નિર્વાણ પ્રાપ્ત કરી પુનર્ભવનો ક્ષય કર્યો હોય તે ભિક્ષુ. જે બધી બાબતોમાં ઉપેક્ષાશીલ રહે, જે પ્રત્યેક ક્ષણે જાગતો રહે ને જે કોઈ પણ જાતની હિંસા કરવાથી મુક્ત રહે, જે નિર્દોષ હોય તે શ્રમણ. જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય, જે આ લોક કે પરલોકમાં આસક્ત થયા વિના ભાવનાપૂર્વક કર્તવ્યોનું પાલન કરી સમયનો સદુપયોગ કરતો હોય તે દાત્ત. આ જવાબ સાંભળી સભિક પરિવ્રાજક તથાગતને બહુ અભિનંદન આપી ફરી પ્રશ્નો કર્યા કે હે ભદન્ત ! બ્રાહ્મણ કોને કહેવો ? સ્નાતક કોણ કહેવાય ? અને નાગનો અર્થ શો ? બુદ્ધે કહ્યું કે જે બધાં પાપોને સમજી કરી, નિર્મળ થઈ સમાધિસ્થ થયો હોય અને જે સંસારનું ખરું સ્વરૂપ સમજી સ્થિર મનથી બ્રહ્મચર્યમાં વસેલ હોય તે બ્રાહ્મણ. જે અંદર અને બહારનાં બધાં મળોનું પ્રક્ષાલન કરી દેવ તેમ જ મનુષ્યોએ કલ્પેલી સીમાઓ કે ચોકાઓમાં ફરી નથી બંધાતો તે સ્નાતક. જે દુનિયામાં રહી કોઈ ગુનો કે અપરાધ નથી કરતો, જે બધી જાતનાં બંધનોથી મુક્ત થઈ ક્યાંય પણ લપાતો નથી તે નાગ. ફરી એણે પૂછ્યું કે ભદત્ત ! વેદક કોણ કહેવાય ? અનુવિદિત એટલે શું? અને વીર્યવાનું કેવી રીતે થવાય? આજાનેય ક્યારે કહેવાય? ભદન્ત તથાગતે કહ્યું કે બધા વેદોને જાણી બધી જાતની સુખદુઃખની વેદનાઓથી પર હોય તે વેદક. અંદર અને નામ તેમ જ રૂપના રાગપ્રપંચને નિર્મૂળ કરી જે બંધનમુક્ત થયો હોય તે અનુવિદિત. જે ક્લેશોનું સર્વથા પ્રહાણ કરી તમામ ઇતર પ્રાણીઓની રક્ષા કર્યા વિના ન જપે તે વીર્યવાનું. બધાં બંધનો છેદી પાર ગયો હોય તે આજાનેય. એ જ રીતે ક્ષેત્રજ્ઞ, કુશળ, પંડિત, મુનિ, શ્રોત્રિય, આર્ય, ચરણવાન અને પરિવ્રાજક જેવાં પદોના સભિકે પૂછેલ અર્થ તથાગતે સાર્થક વ્યુત્પત્તિથી કરી બતાવ્યો, એટલે સભિકે સુંદર ગાથાઓથી તથાગતની નીચે પ્રમાણે સ્તુતિ કરી:
“હે ભગવન્! જે ૬૩ શ્રમણ દષ્ટિઓ-દર્શનો છે તે બધાંથી તમે પર છો. તમે દુઃખનો અંત કર્યો હોઈ દુઃખાંતક છો. તમે મુનિપદ પામી નિષ્કપ થયા છો. નાગોના નાગ અર્થાત્ હસ્તિરાજ એવા તમ મહાવીરનું સુભાષિત બધા જ દેવઘનવો પ્રશંસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org