________________
પાિજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૨૫ વાદવિવાદના સાત દિવસ પસાર થઈ ગયા, પણ કોઈ કોઈથી હાર્યું નહિ. સભામાં આવેલા પુરુષો પંડિત ને પત્રિાજિકા વચ્ચે ચાલતી ચર્ચાની રસાકસીમાં એટલો બધો રસ લેતા કે સાંજ પડે તોય ભાન ન રહે. જ્યારે તેઓ ઘેર પાછા ફરતા ત્યારે આખા નગરની સ્ત્રીઓ અકળાઈ પોતપોતાના પતિને પૂછતી કે સાત દિવસ થયા રોજ આટલું બધું મોડું કેમ કરો છો? દરેક પતિનો પોતાની પત્નીને જવાબ એક જ હતો અને તે એ કે શું તું નથી જાણતી કે એક સર્વશાસ્ત્રવિશારદ દાક્ષિણાત્ય વિદ્વાન આવેલ છે ? એ સાત દિવસ થયા ચર્ચા કરે છે, પણ એક સ્ત્રીને જીતી નથી શકતો. આ સાંભળી બધી જ સ્ત્રીઓએ પોતપોતાના ધણીને કહ્યું કે સ્ત્રીઓ કેવી પંડિતાણી છે! તેમની બુદ્ધિશક્તિ પુરુષો કરતાં ચડે છે, ઊતરતી નથી. સ્ત્રીઓનું આ મહેણું સાંભળી બધા જ પુરુષોને મનમાં એમ થયું કે સ્ત્રીઓ કોઈ પણ રીતે જો તે બ્રાહ્મણ પંડિત પàિાજિકા દ્વારા હાર પામ્યો તો આપણા બધા પુરુષોની હંમેશને માટે બૂરી વલે થશે, જ્યારે ને ત્યારે સ્ત્રીઓ મહેણું મારી આપણને તણખલાતોલ લેખશે. આ રીતે આખા નગરમાં બે પક્ષ પડી ગયા. સ્ત્રીવર્ગ તો પત્રિાજિકાનો જય વાંછે, જ્યારે પુરુષવર્ગ પેલા બ્રાહ્મણ પંડિતનો. જય વાંછે. ત્યાર બાદ એક દિવસે મળેલી સભામાં બ્રાહ્મણ પંડિતે પશ્તિાજિકાના પ્રશ્નનો જવાબ વાળ્યો, પણ પેલી પબ્રિાજિકાએ જાણીને જ જવાબ ન વાળતાં ન આવડવાનો ડોળ કર્યો – જાણે કે તે આપમેળે જ પાણીમાં બેસી ગઈ. પરિત્રાજિકાની ચુપકીદી જોઈ સભાજનો પોકારી ઊઠ્યા કે પરિવ્રાજિકા હારી અને પંડિત જીત્યો. ત્યાર બાદ પંડિતે પોતાના ધર્મની નિશાની લેખે તે પરિવ્રાજકાને ત્રિદડ અને છત્ર – ચાખડી આપી, પોતાની શિષ્યા તરીકે એને જાહેર કરી, સભાસ્થાનથી વિદાય આપી. ' હવે એ બ્રાહ્મણ પંડિત અવારનવાર પોતાની શિષ્યા પરિવ્રાજિકાના મઠમાં જવા લાગ્યો. બંને જણ પોતાને રૂચે તેમ સમાગમમાં આવવા લાગ્યાં. પુનઃ પુનઃ મિલનના પરિણામે તે પત્રિાજિકા આપત્રસજ્વા– સગભર થઈ. બંનેએ મથુરામાં રહેવું ઠીક નથી એમ વિચારી ત્યાંથી દક્ષિણ તરફ પ્રયાસ આદર્યો. રામાનુગ્રામ પગે ચાલતાં ચેતબલાકા નામની નગરીમાં તેઓ પહોંચ્યા. નવ-દશ માસ પૂરા થતાં જ તે પરિત્રાજિકાએ પુત્રને જન્મ આપ્યો. એક સભા અર્થાતુ સાર્વજનિક સ્થાનમાં એનો જન્મ થવાથી માતાપિતાએ એનું સભિક નામ પાડવું. માતાપિતા બંનેએ તેને કાળજીથી ઉછેર્યો અને ઉમરલાયક થતાં તેને લિપિ, ગણિત અને બીજા અનેક પરિબ્રાજિક શાસ્ત્રો શિખવાડ્યાં. તે સભિક છેવટે વાદી પ્રવાદી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યો. હવે સભિકને શાસ્ત્રવિસ્તાર એક મહાન સમુદ્ર જેવો જણાયો ને પોતાની જાતને અબુદ્ધ–અજ્ઞાની લેખી કોઈ બુદ્ધ-જ્ઞાનીની શોધમાં નીકળી ગયો. અનેક દેશોમાં પરિભ્રમણ કરતો કરતો છેવટે તે જ્યાં તથાગત બુદ્ધ હતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org