________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૧૯ સ્થિતિમાં બને તેટલો ચોકસાઈથી, પણ મોકળા મનથી, વેદોનો ઐતિહાસિક અભ્યાસ થવા લાગે તો એથી વેદોની પ્રતિષ્ઠામાં ઘટાડો નહિ, પણ વધારો જ થવાનો છે. સાયણ વગેરેનાં જે વેદભાષ્યો ને બીજા એવા પ્રાચીન ટીકાગ્રંથો છે તે બધાને ફરી અતિચીવટથી ઐતિહાસિક દૃષ્ટિએ વિચારવાની અનુકૂળ તક આવી લાગી છે. કોસાંબીજીની આ બાબતની કલ્પનાઓ માત્ર કલ્પનાઓ જ હશે તો કેટલેક સ્થળે તેમણે ફેંકેલો પ્રકાશ ઐતિહાસિકોને ઉપયોગી તો થવાનો જ. દા. ત., એમણે જે સ્થળે પૃ. ૫૯) વંગ, મગધ અને વજી એ ત્રણ પ્રજાઓ શ્રદ્ધહીન થવાનો અર્થ કાઢ્યો છે તે કોઈ પણ વિદ્વાન વાચકને સાયણે કરેલ અર્થ કરતાં વધારે સંબદ્ધ જણાયા સિવાય ભાગ્યે જ રહેવાનો. કોસાંબીજીએ વેદના મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ વગેરે ભાગોના સમય વિશે જે મર્યાદા સૂચવી છે તે મને પોતાને વાજબી લાગતી નથી. વૈદિક સાહિત્યમાં ભલે કેટલાક અંશો મોડેના હોય, પણ એ સાહિત્યમાં ઘણો ભાગ અપેક્ષાકૃત બહુ જ જૂનો છે, એ વિશે મને શંકા નથી.
ઇન્દ્ર એક સ્વર્ગીય દેવ છે, તે વેદમંત્રો અને વિધિપૂર્વકના યજ્ઞથી પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે, પશુ અને મનુષ્યજાતિનું સંવર્ધન કરે છે વગેરે ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિકયુગીન વેદભક્ત મનુષ્યની બુદ્ધિને સંતોષી શકે તેમ નથી. જ્યાં લગી એવી માન્યતાઓનો બુદ્ધિગમ્ય ઐતિહાસિક ખુલાસો ન થાય ત્યાં લગી એવી માન્યતાઓને સહસા ફેંકી શકાતી પણ નથી અને તે બુદ્ધિમાં ખટક્યા સિવાય રહેતી પણ નથી. કોશાબીજીએ ઈન્દ્ર વિશે દોડાવેલ કલ્પના-તરંગો કલ્પનામાં જ રહે તોય પણ તેવા બીજા ખુલાસાઓ ઈન્દ્ર આદિ દેવો વિશે કરવાના બાકી રહે છે. આવા ખુલાસાઓ. કરવાની કે તે દિશામાં પ્રયત્ન જાગરિત કરવાની વૃત્તિ વાચકોમાં કોસાંબીજીનું લખાણ જન્માવે તો એમનો પ્રયત્ન નિષ્ફળ નહિ ગણાય.
કોસાંબીજીએ આ પુસ્તકમાં જે અને જેટલી હકીકતો એકઠી કરી છે, જેટલા વિવિધ ઉતારાઓ આપ્યા છે અને તે બધાને પોતાની વિનોદક અને મનોરંજક શૈલીથી, છતાંય કડક સમાલોચના સાથે, જે રીતે ગોઠવ્યા છે તે બધું અભ્યાસી વાચકને આકર્ષે પણ છે અને ચીડવે પણ છે. બ્રાહ્મણપક્ષીય વાચક હોય કે જૈન વા બૌદ્ધપક્ષીય વાચક હોય, તે જો જિજ્ઞાસુ હશે તો આ પુસ્તક વાંચતાં વાંચતાં ગમે તેટલો રોષ પ્રગટ કરતો જશે છતાંય તે પુસ્તક પૂરું વાંચ્યા સિવાય છોડશે નહિ. એવી રીતે એમાં નવ નવ વિષયોની ભરચક પુરવણી લેખકે કરી છે અને ટીકાનો કોઈ પણ પ્રસંગ આવતાં તે સ્થળે તદ્દન નીડરપણે સીધો પ્રહાર પણ કર્યો છે. પ્રતિપાદ્ય વિષય સંપ્રદાય સાથે સંબંધ ધરાવતો હોઈ અને સંપ્રદાય ધર્મરૂપે સામાન્ય જનતાના મનમાં સ્થાન પામેલો હોઈ તે વિશે જ્યારે ખંડનાત્મક સમાલોચના જોવામાં આવે છે ત્યારે અસાંપ્રદાયિક જેવું માનસ પણ ક્ષણભર ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે. કોસાંબીજીએ પોતાની સખત ટીકાનાં તીણાં બાણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org