SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પઢિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૩૧ અંદૃરોઅંદર બધી દષ્ટિઓ આખડે છે. બ્રહ્મ કે સત્ય તત્ત્વની શોધમાં સાંપડેલી દષ્ટિઓ એ તત્ત્વનો માર્ગ બનવાને બદલે એક એક જાળ અર્થાતુ ભ્રમજાળ બની જાય છે ને માણસો તેમાં જ ગૂંચવાયા કે મૂંઝાયા કરે છે. બુદ્ધે જ સર્વપ્રથમ એમ કહ્યું કે કોઈ પણ દૃષ્ટિને પકડી ન બેસવું. નદીકિનારે પહોંચ્યા પછી માણસ જેમ કિનારે લઈ જનાર નાવડાને વળગી નથી રહેતો તેમ અમુક હદ સુધી વિચાર કે આચારમાં આગળ વધારનાર દૃષ્ટિને પણ, વિશેષ સત્વગામી બનવા, છોડવી જ જોઈએ. આવા મહાન ક્રાન્તદર્શનને લીધે જ બુદ્ધ દૃષ્ટિઓથી પરરૂપે સ્તવાયા છે. - નચિકેતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy