________________
૨૮. પઢિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો
બુદ્ધ સાથે સંલાપ
લલિતવિસ્તરની પેઠે “મહાવસ્તુ પણ બૌદ્ધપરંપરાનો એક કથાગ્રંથ છે. એમાં બુદ્ધના જીવનને લગતી અનેક બાબતો કથારૂપે અને પૌરાણિક શૈલીએ વર્ણવવામાં આવી છે. એનું સંસ્કૃત પંડિતોને પરિચિત સંસ્કૃતથી બહુ જુદા પ્રકારનું છે. એમાં પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓનું એવું મિશ્રણ છે કે તેણે એક વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. “મહાવતુ ગ્રંથ ત્રણ ભાગમાં પેરિસથી પ્રસિદ્ધ થયેલો છે. તેમાં એક સભિક નામના પરિવ્રાજકની (ભાગ ૩, પૃ. ૩૮થી ૪૦૧) કથા છે. સભિક પરિવ્રાજકરૂપે બુદ્ધ પાસે આવે છે અને અનેક પ્રશ્નો પૂછે છે. બુદ્ધ તેનો જવાબ આપે છે. છેવટે સભિક જવાબથી સંતોષ પામી બુદ્ધનો શિષ્ય બને છે. આટલી મુદ્દાની વસ્તુ એ ગ્રંથમાં એટલી બધી રોચક શૈલીમાં અને રોમાંચક રીતે વર્ણવવામાં આવી છે કે કોઈ પણ વાચક તે કથા પ્રત્યે અનાયાસે આકર્ષાય. તેથી આ લેખમાં એનો સાર આપી છેવટે કેટલાક મુદ્દા ઉપર સમાલોચના અને કાંઈક તુલના કરવા ધારું છું.
બનારસથી થોડે દૂર ઇસિપત્તન સ્થળમાં મૃગદાવ નામનું ઉપવન હતું. એ આજે સારનાથના નામથી પ્રસિદ્ધ છે, અને ત્યાં પ્રાચીન અશોકસ્તૂપ વગેરે અનેક અવશેષો મળી આવ્યા છે. તે મૃગદાવ ઉપવનમાં એક વાર તથાગત બુદ્ધ પધારેલા. તે સમયની સભિક પરિવ્રાજકની આ સંલાપકથા છે.
મથુરા નગરીમાં એક ધનાઢ્ય શ્રેષ્ઠી વાસ કરતો. તેને ત્યાં કન્યા ઉપર કન્યા એમ ચોથી કન્યાનો જન્મ થયો. ઉપરાઉપર ચોથી કન્યા અમંગળ છે એવી માન્યતાથી પ્રેરાઈ તે શ્રેષ્ઠીએ એ કન્યા એક પરિવ્રાજિકાને અર્પિત કરી કહ્યું કે જ્યારે આ કન્યા ઉંમરે પહોંચે ત્યારે એને તમે દીક્ષા આપજો. તે તમારી શિષ્યા થશે. શ્રેષ્ઠીએ તે કન્યાના ઉછેર માટે એક ધાવમાતા આપી અને તેના પોષણ અર્થે જોઈતું નાણું પણ આપ્યું. પાણીમાં કમળ વધે તેમ એ કન્યા વધવા લાગી. સમજણી થઈ કે તરત જ પરિવ્રાજિકાએ એને પ્રવજ્યા આપી. અનુક્રમે એ બધાં પરિવ્રાજકશાસ્ત્રોમાં એટલી બધી નિષ્ણાત બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org