SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ત્રિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ ૦ ૨૨૩ કે તે અનેક પઆિાજિકાઓ સાથે અંદરોઅંદર ચર્ચા કરતી, પણ કોઈ એને જીતી કે પહોંચી શકતું નહિ અને તે સર્વશાસ્ત્રવિશારદ તરીકે એક અગ્રવાદી તરીકે પ્રખ્યાતિપામી. હવે એમ બન્યું કે એક બ્રાહ્મણ પંડિત, જે વેદશાસ્ર પારગામી અને વૈયાકરણ ઉપરાંત સર્વદર્શનવિશારદ પણ હતો, તે ફરતો ફરતો દક્ષિણ દેશથી મથુરામાં આવી પહોંચ્યો અને તેણે રાજમાર્ગ કે બજાર વચ્ચે મશાલ સળગાવી ઘોષણા કરી કે શું આ નગરમાં એવો કોઈ શબ્દપટુ કે વાકુશળ છે, જે મારી સાથે ચર્ચામાં ઊતરે ? આ ઘોષણા સાંભળી મથુરાવાસી લોકોએ તે પંડિતને કહ્યું કે તારી મશાલ ઓલવી નાખ. અમારે ત્યાં એક સમર્થ તરુણી પરિવ્રાજિકા છે. તે તમારી સાથે આજથી સાતમે દિવસે વાદચર્ચા કરશે. જો તમે તેની સાથે ચર્ચા કરી શકો તો તમે વાદી ખરા. તે બ્રાહ્મણ પંડિતે બીડું ઝડપી કહ્યું કે ભલે, હું તે પવ્રિાજિકા સાથે જરૂ૨ સાતમે દિવસે વાદચર્ચા કરીશ, પણ તમે નગરવાસીઓએ તેમાં મધ્યસ્થ થવું. ત્યાર બાદ તે તે ધંધાદારી મંડળોના આગેવાન એવા મથુરાવાસી લોકોએ તે પરિવ્રાજિકાને બોલાવી પૂછ્યું કે એક બ્રાહ્મણ પંડિત આવેલો છે, જે મોટો વિદ્વાન અને વાદી છે, તેની સાથે આજથી સાતમે દિવસે તમે વાદચર્ચા કરશો ? પેલી તરુણ પાિજિકાએ તરત જ કહ્યું કે ખુશીથી. તે કે અન્ય કોઈ વાદી સાથે હું વાદચર્ચા કરવા તૈયાર છું. હું પણ વાદકથાનો મનોરથ સેવું છું. તે આગેવાન મહાજનોએ પરિભ્રાજિકાની મંજૂરી મળ્યા બાદ નગ૨માં ચૌટે, શેરીએ એમ બધે સ્થળે ડાંડી પિટાવી કે આજથી સાતમે દિવસે અમુક પરિવાજિકા દાક્ષિણાત્ય બ્રાહ્મણ વાદી સાથે વાદચર્ચા ક૨શે, તેથી જે સાંભળવા ઇચ્છે તે આવે. મહાજનોએ શ્રોતા અને પ્રેક્ષકને લાયક રંગભૂમિ સાથે એક માંચડો ઊભો કર્યો. આ વૃત્તાન્તની જાણ થવાથી કુતૂહલવશ ચોમરથી લોકો ઊભરાવા લાગ્યા. આ બાજુ પેલા બ્રાહ્મણને ભારે કૌતુક થયું કે જે પરિવાજિકા મારી સાથે વાદવિવાદ કરવા તૈયા૨ થઈ છે તે કેવી હશે ? હું જરા એને જોઈ તો લઉં. આમ વિચારી તે પંડિત પૃચ્છા કરતો કરતો પશ્ત્રિાજિકાઓના અનેક મઠોમાં ગયો અને પોતે અજ્ઞાત થઈ પૂછવા લગ્યો કે પેલા બ્રાહ્મણ પંડિત સાથે વાદવિવાદમાં ઊતરનાર પરિવાજિકા કઈ ? છેવટે એને પત્તો લાગ્યો. જ્યારે એ પંડિત પેલી પરિવ્રાજિકા પાસે પહોંચ્યો ત્યારે તે પોતાના પરિવેણ(મ)માં મુક્ત અને શુદ્ધ – સંસ્કારી સ્વરથી સ્વાધ્યાય કરી રહી હતી. તે પંડિતે પઆિાજિકાને પૂછ્યું કે તું સભા વચ્ચે મારી સાથે વાદકથા ક૨ના૨ છે ? તેણે તરત જવાબ આપ્યો કે અવશ્ય હું પરિષદમાં તમારી કે કોઈ બીજાની સાથે વાદકથા કરવા તૈયાર છું. તે બ્રાહ્મણ તરુણ હતો તેમ સુંદર પણ હતો. પેલી પરિવ્રાજિકા પણ તરુણ તેમ જ સુંદર હતી. એકબીજા સમીપ આવવાથી અને પરસ્પરનું દર્શન થવાથી બંનેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy