________________
VII . ત્યારે પંડિતજીના વિચારોની પુનઃ વિચારણાનો સમય આવ્યો છે તેમાંથી સમાધાન પ્રાપ્ત થાય તેવી તેમની વિચારસરણી છે.
તેમણે લખેલી પ્રસ્તાવનાઓ તે તે ગ્રંથોની વિશેષતાઓ દર્શાવતો દસ્તાવેજ છે. તેમણે લખેલ પ્રસ્તાવનાવાળા મોટા ભાગના ગ્રંથો આજે તો અપ્રાપ્ય બન્યા છે પણ તેમની પ્રસ્તાવનાઓ વાંચ્યા પછી તે તે ગ્રંથોને વાંચવાની ઇચ્છા જિજ્ઞાસુઓને થયા વગર નહીં રહે. અનધિકાર ચેઝ નામક લેખમાં તેમણે જૈન કથા સાહિત્યનો સંક્ષિપ્ત પણ સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો છે.
આ લેખો દરેક જિજ્ઞાસુઓને વાંચવા-વિચારવા ગમે તેવા છે. તેમાંથી નવી પ્રેરણા પ્રાપ્ત થાય તેમ છે. ટૂંકમાં કહીએ તો આ લેખોમાં પંડિતજીનાં જ્ઞાન, વિચાર, ચિંતન, અધ્યયન, પરીક્ષણથી પરિપક્વ પ્રજ્ઞાનો સિંધુ છલકાય છે.
– જિતેન્દ્ર બી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org