________________
૮૨ • પરિશીલન મળી ચૂકી છે અને તેમના ગમે તેવા વિરોધીએ પણ એ વાત સ્વીકારી છે કે ગાંધીજી પ્રબળમાં પ્રબળ ઉત્તેજક સંજોગો વચ્ચે પણ અક્ષોભ્ય રહી શકતા. એટલે જે વિચાર કરવાનો રહે છે તે તો એટલો જ કે તેવો માણસ અહિંસાના બાહ્ય પરિણામની દરકાર રાખે કે નહિ? હું ધારું છું કે, કોઈ પણ સમજદાર એ સ્વીકાર્યા વિના નહિ રહે કે, જેના જીવનમાં સ્વયંભૂપણે જ અહિંસા ઉદય પામી હોય અને જેણે એ જ આધ્યાત્મિક બળને આધારે સામાજિક જીવનમાં ક્રાંતિ કરે એવી પદ્ધતિઓ અખત્યાર કરી હોય તેવો માણસ બહારનાં પરિણામોથી તટસ્થ રહી શકે જ નહિ. ઊલટું, તેવો માણસ સતત જાગરૂક હોવાથી પોતાની પદ્ધતિ કેટલે અંશે કાર્યસાધક થાય છે અને કેટલે અંશે નથી થતી, ક્યાં અને ક્યારે એના પ્રયોગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે ઇત્યાદિ વિશે વધારે કાળજીવાળો હોય છે. તેમ છતાં એ તટસ્થ એટલા અર્થમાં હોય છે કે ધારેલ પરિણામ આવવાથી કે ન આવવાથી તે પોતાનું સમત્વ લેશ પણ ગુમાવતો નથી, આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિથી તે સહેજે પણ નીચે ઊતરતો નથી. ખરી રીતે તો આધ્યાત્મિક અહિંસા સિદ્ધ થઈ છે કે નહિ તેની કસોટી જ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં તેના પ્રયોગ ઉપરથી અને તેમાં કદી હાર ન માનવાની વૃત્તિ ઉપરથી જ થાય છે. આપણા જેવા સાધારણ માણસો જો અહિંસાનાં બાહ્ય પરિણામો પ્રત્યે મુખ્ય દૃષ્ટિ ધરાવે તો તેથી એટલું જ સિદ્ધ થાય છે કે આપણા જેવાએ હજી અંતર્મુખ થઈ વાસ્તવિક રીતે અહિંસા સાધવાની રહે છે. કસોટીમાં દેખાતી નિષ્ફળતા એ કાંઈ સગુણો વિકસાવવાની અયોગ્યતાનું છેલ્લું પ્રમાણપત્ર નથી, પણ એ તો એ દિશામાં વધારે સાવધાન થવાની એક સૂચનામાત્ર છે. જે વસ્તુ એક વ્યક્તિમાં આધ્યાત્મિક સત્ય લેખે ઓછેવત્તે અંશે સિદ્ધ થઈ હોય તે સામૂહિક જીવનમાં પ્રગટ થયા સિવાય રહી શકે જ નહિ. ફેર એટલો છે કે સામૂહિક જીવનમાં એનું પ્રકટીકરણ પ્રમાણમાં મંદગતિએ દેખા દે છે.
ત્રીજા મુદ્દામાં પુરાણીનો ભાર એ વસ્તુ પર છે કે આત્મરક્ષા કે ધર્મરક્ષા જેવા હેતુસર પ્રાચીન કાળથી ક્ષત્રિયો શસ્ત્ર વાપરતા આવ્યા છે અને તેથી શસ્ત્રહિંસાની પદ્ધતિ એ જ ગીતાકથિત આર્યમાર્ગ છે. એના સ્થાનમાં અશસ્ત્રપ્રતિકાર કે અહિંસામૂલક પદ્ધતિનો ઉપયોગ કરવો એ આર્યક્ષત્રિયત્વની ભાવનાનો નાશ કરવા જેવું છે. પુરાણીની આ માન્યતા મૂળે જ મિથ્યા પૂર્વગ્રહ ઉપર બંધાયેલી છે. કર્મ અને કર્મયોગ' નામક પોતાના જ લેખમાં પુરાણી પોતાના મિત્રને સંબોધીને કહે છે કે ગીતાનો યોગ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ શ્રી અરવિંદના નવીન યોગની શરૂઆત થાય છે. આનો અર્થ | એ થયો કે ગીતાકારના સમય સુધીમાં આર્ય માનસે અને આર્ય પ્રજાએ જે પ્રગતિ કરી હતી તે છેવટની ન હતી. તેથી જ એક આર્ય પુરુષ એવો પ્રકટ્યો કે જેણે પોતાના પૂર્વજોએ પ્રારંભેલ માર્ગમાં ઘણી મોટી ફાળ ભરી. જો યોગની બાબતમાં આ વસ્તુ સાચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org