________________
૮૬ - પરિશીલન હતી અને તે વખતે પણ તેઓને ઈશ્વર ન માનનાર પક્ષ, જોકે તે પક્ષ પુનર્જન્મવાદી હોઈ પોતાની આસ્તિક શ્રેણીનો હતો છતાં, તેને નાસ્તિક કહેવાની એટલે કે તેને નાસ્તિક તરીકે ઓળખાવવાની ફરજ પડી, પરંતુ હજી સુધી એ શબ્દોની પાછળ અમુક માનવું અને અમુક ન માનવું એટલા ભાવ સિવાય બીજો વધારે ખાસ ભાવ ન હતો. તેથી આ હિસાબે પુનર્જન્મવાદી આર્ય પુરષોએ પોતાના જ પક્ષના, પણ ઈશ્વરને ન માનનાર પોતાના ભાઈઓને ફક્ત પોતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે એટલું જણાવવા નાસ્તિક કહ્યા. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન અને બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા.
વળી, એક બીજો પ્રશ્ન ઊભો થયો હતો અને તે શાસ્ત્રના પ્રામાયનો. વેદશાસ્ત્રની પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. પુનર્જન્મ માનનાર અને ઈશ્વરતત્ત્વને પણ માનનાર એક એવો મોટો પક્ષ હતો કે જે વેદનું પ્રામાણ્ય પૂરેપૂરું સ્વીકારતો. તેની સાથે જ એક એવો પણ મોટો અને પ્રાચીન પક્ષ હતો કે જે પુનર્જન્મમાં માનતો, વેદનું પ્રામાણ્ય સંપૂર્ણતયા સ્વીકારતો, છતાં ઈશ્વરતત્ત્વમાં ન માનતો. હવે અહીં આસ્તિક-નાસ્તિક શબ્દનો ભારે ગોટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જો નાસ્તિક કહેવામાં આવે તો પુનર્જન્મ અને વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર પોતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે. એટલે મનુ મહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદનિંદક હોય તે નાસ્તિક. આ હિસાબે સાંખ્ય લોકો, જે નિરીશ્વરવાદી હોઈ એક વાર નાસ્તિક ગણાતા, તે પણ વેદનું અમુક અંશે પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક કહેવાતા મટી આસ્તિક ગણાવા લાગ્યા અને જૈન, બૌદ્ધ જેવા જે વેદનું પ્રામાણ્ય તદ્દન જ ન સ્વીકારતા તેઓ નાસ્તિક પક્ષમાં રહ્યા. અહીં સુધી તો આસ્તિક-નાસ્તિક શબ્દના પ્રયોગ વિશે થયું.
હવે બીજી બાજુએ, જેમ પુનર્જન્મવાદી અને વેદવાદી લોકો પોતાથી વિભિન્ન એવા પક્ષને માટે ઓળખાણ ખાતર નાસ્તિક શબ્દ વાપરતા અને વ્યવહારમાં કોઈક શબ્દ વાપરવાની જરૂર તો પડે જ, તેમ પેલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પોતાના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક શબ્દો વાપરતા. તે શબ્દો બીજા કોઈ નહિ, પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ. પુનર્જન્મને માનવા છતાં પણ કેટલાક વિચારકો પોતાના ઊંડા વિચાર અને મનનને પરિણામે એમ જોઈ શક્યા હતા કે સ્વતંત્ર ઈશ્વર જેવી વસ્તુ નથી, અને તેથી તેઓએ ભારેમાં ભારે વિરોધ અને જોખમ વહોરીને પણ પોતાનો વિચાર લોક સમક્ષ મૂક્યો હતો. એ વિચાર મૂકવા જતાં છેવટે વેદોનું પ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી હતી. એ લોકો એમ ધારતા, અને સાચે જ પ્રામાણિકપણે ધારતા, કે તેઓની દૃષ્ટિ એટલે માન્યતા સમ્યક્ એટલે સાચી છે અને સામા વેદવાળા પક્ષની માન્યતા મિથ્યા એટલે બ્રાન્ત છે. તેથી માત્ર સમભાવે તેમણે પોતાના પક્ષને સમ્યગ્દષ્ટિ અને સામાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org