SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ • પરિશીલન “સબળ નિર્બળને ખાય) પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પોતાના નિવેદનમાં બહુ સચોટપણે અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચક સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે. શરૂઆતમાં આપેલ વચન પ્રમાણે, પોતાનો અનધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી, એનો ખુલાસો મારે કરવો રહે છે. ખુલાસામાં મુખ્ય તત્ત્વ તો લેખક પ્રત્યે બહુ મોડું મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણો : એક તો લેખકની મેં જાણેલી નિર્ભય સાહસિક વૃત્તિ, અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ. આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તો અમદાવાદમાં સોળ-સત્તર વર્ષ થયાં, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. છતાં કહી શકાય એવો પરિચય તો ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશે આકર્ષનારી હકીકત તો થોડા વખત પહેલાં જ જાણવા પામ્યો. નૈતિક બળને આધારે, કશા પણ જોખમનો કે અગવડનો વિચાર કર્યા સિવાય, પોતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિષ્ઠાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃત્તિ, એ મને આકર્ષનારું જયભિખ્ખના જીવનનું પ્રથમ તત્ત્વ. લગભગ બેંતાળીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્રો સાથે મારે જે સ્થિતિનો સામનો કરવો પડેલો, તેવી જ સ્થિતિનો અને તે જ વર્ગ સામે સામનો પોતાના મિત્રો સાથે જયભિખ્ખને કરવો પડ્યો, એ અમારી સમશીલતા, પણ એથીયે વધારે આકર્ષણ તો તેમનામાં આવિર્ભાવ પામેલા વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે. હકીકત એ છે કે જયભિખુ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ, નામે શિવલાલ ઠાકરશી દેસાઈ, કાશીમાં મારી સાથે હતા. મારાયે પહેલાં તેમણે પોતાને આશ્રય આપનાર અને પોતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળવો કરેલો અને પૂરેપૂરી અગવડમાં મુકાવા છતાં જરાય નમતું નહિ તોળેલું. એ દશ્ય આજે પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે, અને મને પણ એ જ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણા મળેલી. જ્યારે મને માલૂમ પડ્યું કે બાલાભાઈ એ તો ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ અને વધારામાં એ માલુમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળવો કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખ્ય પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે કે શિવલાલ ઠાકરસી દેસાઈના બળવા વખતે જયભિખ્ખનો જન્મ પણ થયો ન હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy