________________
અનધિકાર ચેષ્ટા ૭ ૧૪૫ આંખમાં આંસુ સારેલ ઇત્યાદિ લક્ષણવાળી કોઈ સ્ત્રી ભિક્ષા આપે તો જ પારણું કરવું - એવો અભિગ્રહ ક્યામાં વર્ણવાયો છે. આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે બેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની દેહસ્થિતિ, આંસુ વગેરેનો ભિક્ષા દેવા કે લેવા સાથે શો સંબંધ છે ? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હોય, ભિક્ષા નિર્દોષ હોય અને લેનાર સાત્ત્વિક હોય – એટલું જ ભિક્ષા લેવા-દેવા વચ્ચે અપેક્ષિત છે. તો આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી ? આ પ્રશ્નનો જ્યભિખ્ખુએ બુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જીવન તેમ જ જૈન સિદ્ધાંતની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂઢ તેમજ પ્રતિષ્ઠિત હતી, એ બીના ઐતિહાસિકોને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપમ્યના સિદ્ધાંતમાં માનતા અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણપણે મથતા. જાતિગત ઉચ્ચનીચભાવ કે ગરીબી-તવંગરીકૃત દાસસ્વામીભાવ એ આત્મૌપમ્યના સિદ્ધાંતનું મોટું આવરણ છે. એ આવ૨ણ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમનો અભિગ્રહ આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના સ્થૂળ રૂપમાં બદ્ધ ન હતો, પણ તેમનો અભિગ્રહ લોકોમાં તુચ્છ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવાં જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવું એ સૂક્ષ્મ રૂપમાં સમાતો હતો. જયભિખ્ખુએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂક્ષ્મ રૂપ વ્યક્ત કરી એના સ્થૂળ રૂપમાં દેખાતા કઢંગાપણાને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે.
‘મત્સ્ય-ગલાગલ' શબ્દ ઘણાને અપરિચિત જેવો લાગવાનો સંભવ છે, પણ વસ્તુત: એ બહુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણોએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે. આ ઉપ૨થી બે બાબતો સ્પષ્ટ સૂચિત થાય છે ઃ એક તો એ કે સબળાને ગ્રસે, એ વસ્તુ તે કાળે પણ કેટલી સર્વવિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જન-સમાજે કેવો અર્થવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતો સરળ શબ્દ વ્યવહારમાં આણેલો. વ્યાકરણ શાસ્ત્રમાં તિમિતિ, મત્સંગિત અને મત્સ્ય-શિપિત જેવાં ઉદાહરણો ટાંકયાં છે. તિમિ એ નાનામાં નાનું માછલું. તેને જરાક મોટું માછલું ગળી જાય. એ મસ્ત્યને વળી એનાથી મોટું માછલું ગળે, ને એને પણ એનાથી મોટું ગળે. આ બિના ઉક્ત ઉદાહરણોમાં સૂચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર ‘મત્સ્ય-ગલાગલ’ છે. એટલે જ્યભિખ્ખુએ નવલનું નામ યોજ્યું છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ તે અર્થગ્રાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આલેખતાં એ ભાવ હૂબહૂ સ્પષ્ટ કર્યો છે. પ્રકરણ ૧૦મ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org