________________
અનધિકાર ચેષ્ય • ૧૩૩ વાર્તાકારોને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી લોકરુચિ અને લોકરુચિથી પુનર્નવસર્જન ઘડાતાં જ ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા-સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જોવા પામીએ છીએ. આજે તો વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે અને તે એટલી બધી વિકસી છે કે તેના જ્યોર્જ બર્નાર્ડ શો, પર્લ બક, ગાલ્યવધ, આનાતોલ ફ્રાન્સ જેવા સર્જકોને નોબેલ પ્રાઈઝ સુધ્ધાં મળ્યું છે. અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડપમાં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણાં બધાંની દૃષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણી જાય છે. અને સ્વયંવર તો આપોઆપ જ સર્જાય છે.
લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષામાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્ય સંસ્કૃતિનો પડઘો પાડતી અનેક નવલનવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયો અને પછી તો અનેક લેખકો વાતની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશનયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાલનું અંતર જ લુપ્ત થયું. એ સૂચવે છે કે વાર્તાતત્ત્વ મૂળે જ વ્યાપક છે, એ કૃત્રિમ બંધનોથી પર છે.
- ભારતને પોતાનું કથા-સાહિત્ય છે, અને તે જેવુંતેવું નહિ, પણ અસાધારણ કોટિનું છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય બુઝર્ગ પણ હોય. ભારતે એટલા બધા દાનવીરો, રણવીરો અને ધર્મવીરો પેદા કર્યા છે કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતું જતું સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તો ભારતીય સાહિત્યના કાંઈ ચોકા પાડી ન શકાય; ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ઘણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણોને લીધે ભારતીય કથા-સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય : ૧. વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જેન.
વૈદિક અને પૌરાણિક ગણાતા કથા-સાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા બે પ્રવાહોથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુરસંગ્રામની. દેવો અને અસુરો મૂળે કોણ હતા, તેમનો સંગ્રામ કયારે અને કયે નિમિત્તે તેમ જ કયાં થયેલો – એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના ક્યારેક વાર્તામાં દાખલ થઈ. પછી તો એ કલ્પના વ્યાસો અને પૌરાણિકો માટે કામદુઘા ધન બની ગઈ. એ કલ્પનાની ભૂમિકા ઉપર એટલું બધું વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે તે જોતાં આશ્ચર્યમાં ગરક થઈ જવાય છે. ઐતરેય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર-સંગ્રામનો સંકેત એક રીતે છે, જ્યારે છાંદોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેનો ઉપયોગ કથારૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયો છે. અને મહાભારત જેવાં મહાકાવ્યો અને પુરાણોમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org