________________
‘ગીતાધર્મ'નું પરિશીલન ૦ ૪૩ દૃષ્ટિ. બીજી દૃષ્ટિ એટલે હવે એ આશ્રમવ્યવસ્થા કઈ રીતે વિકસાવવી, બદલાયેલા સંજોગોમાં તેનો કેવો ઉપયોગ કરવો એ બતાવવાની છે. આ દૃષ્ટિઓ આકર્ષક અને ઉપયોગી રીતે રજૂ થઈ છે. એમાં બહુશ્રુતત્વ સાથે સ્વાનુભવ રસાયેલો હોવાથી આખો લેખ વિચારપૂત બન્યો છે.
ગૃહસ્થાશ્રમ હો કે બ્રહ્મચર્યાશ્રમ, સંન્યાસ હો કે વાનપ્રસ્થ, એ બધામાં નિર્બળ માટે જે સાવધાની રાખવાના અપવાદો સ્મૃતિમાં છે તે અપવાદો ઉત્સર્ગ બની જતાં વસ્તુતઃ ચારે આશ્રમોનું ખોખું ભયાવિષ્ટ બની ગયું છે. બ્રહ્મચારી નવા પ્રયોગો ને સાહસો કરતાં જીવના જોખમથી ડરે તો એના બ્રહ્મચર્યનો અર્થ શો ? નવ વિદ્યા અને નવ તત્ત્વ શોધાય કેવી રીતે ? ગૃહસ્થ પણ ફૂંકી ફૂંકીને પગ માંડે તો બાપના કૂવામાં ડૂબી જ મરે ! કળિયુગ છે માટે અમુક અપવાદ જોઈએ. જંગલમાં ધર્મરક્ષા કળિયુગમાં કોણ કરે ? તેથી નગરો અને ઉપવનને જ જંગલ માની કળિયુગમાં નિવૃત્તિ સેવવાનો પ્રારંભ કરવો એ ચેતવણી છેવટે પુત્રપૌત્રોના બંગલામાં જ વાનપ્રસ્થ જીવન ગાળવા સુધી પરિણમી. એ જ સ્થિતિ સંન્યાસીની થઈ. તે નિર્ભયતાની મૂર્તિ મટી ભયથી રક્ષણ માટે આશરો શોધતાં શોધતાં ગૃહસ્થનો સગો ભાઈ બની ગયો. આજે શ્રમણ, ભિક્ષુ કે વૈદિક સંન્યાસી દરેકની આ સ્થિતિ છે. તેથી જ ચારે આશ્રમમાં નિર્ભયતાનું તત્ત્વ દાખલ કરી તેનો આધુનિક દૃષ્ટિએ ઉપયોગ કાકાએ સૂચવ્યો છે તે વેળાસરનું જ છે.
વસ્ત્રપાત્ર, ખાનપાન, ઔષધઆરામ આદિની બાબતમાં સર્વથા પાવલંબન ન રહે અને આત્માવલંબન વધવા સાથે આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે એ દૃષ્ટિથી બુદ્ધ, મહાવીર વગેરેએ ભિક્ષુકો માટે નિયમો ઘડ્યા છે. હવે એ નિયમો કળિયુગના કળણમાં પડી એટલા બધા સડી ગયા છે કે તે નિયમોનો પ્રાણ ચાલ્યો ગયો અને નિષ્પ્રાણ નિયમો પાળનારા ભિક્ષુઓ છેવટે ગૃહસ્થોના ગુલામ બની ગયા છે. તેથી નિર્ભયતાની સૂચના એ ઓછામાં ઓછું ભિક્ષુજીવન માટે તો પ્રાણપોષક જ છે. જો એવી પ્રાણનિરપેક્ષ નિર્ભયતા ન હોય તો બહેતર છે કે ભિક્ષુરૂપે ગુલામ ન બનવું.
કર્મ, જીવનયોગ, શિષ્ટાઃ પ્રમાણમ્ અને ફ્લાનાસક્તિ તથા બ્રહ્મચર્ય જેવા માત્ર આધ્યાત્મિક અને વ્યક્તિગત જેવા દેખાતા વિષયોને સમષ્ટિની દૃષ્ટિએ જે રીતે ચર્ચા છે તે રીત જ ખરી રીતે વ્યક્તિ અને સમાજ બંને માટે લાભદાયક છે. એટલે આ ચર્ચા સામાજિક ધર્મની નિરૂપક છે.
આધ્યાત્મિકતા એટલે વ્યક્તિગત જીવનમાં રહેલાં દોષો, વાસનાઓ અને કુસંસ્કારોને નિવારવાં અને સામાજિક જીવનના પ્રવાહમાં તે આધ્યાત્મિકતાનો પડઘો પાડવો તે. જો વ્યકિત પોતાના અંગત જીવનની ભૂમિકા તૈયાર કરવામાં પડે અને સામાજિક જીવનના પ્રવાહની કસોટીએ પોતાના જીવનને ન કરે તો એણે કરેલી સાધના અને આદરેલી તપસ્યા નક્કર છે કે પોકળ છે એની ખાતરી શી રીતે થાય ? જેમ બાળક,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org