SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નચિકેતા અને નવો અવતાર • ૧૧ તો આવતી કાલ સુધી જ ટકનાર છે. એટલું જ નહિ, પણ એનો ઉપભોગ કરનારની ઇન્દ્રિયોની શક્તિને પણ તે હણે છે અને ગમે તેટલું આયુષ્ય મળે તોપણ તે અનંતકાળમાં અલ્પમાત્ર છે. માટે એ બધા ભોગો તમે તમારી પાસે જ રહેવા દો. ધનથી માણસને ધરપત નથી થતી. હે મૃત્યુ! એક વાર જો અમે તમારું દર્શન પામ્યા તો પછી બધું આપોઆપ આવી મળવાનું. માટે મારે તો એ જ વર જોઈએ; અર્થાત્ મરણ બાદ સ્થાયી રહેનાર કોઈ તત્ત્વ છે કે નહિ? ને હોય તો તે કેવું છે, એનું જ જ્ઞાન જોઈએ. છેવટે ઘડપણ આવે જ છે; એટલે રંગરાગના આપાતરમણીય સુખને જે ખરી રીતે સમજતો હોય તે ગમે તેટલા દીર્ઘ જીવનમાં પણ કેવી રીતે રાચે ? મેં જે પરલોક સંબંધી પ્રશ્ન કર્યો છે તેના સંશયમાં અનેક વિશારદો લાંબા કાળથી પડ્યા છે. તેથી જ એ પ્રશ્ન વધારે મહત્ત્વનો બને છે અને હું તેનો જ ઉકેલ તમારી પાસેથી માગું છું. મેં જે ત્રીજું વર માગ્યું છે તે ખરેખર ગૂઢ છે. તેથી જ તો આ નચિકેતા બીજા કોઈ વરને વરતો નથી.' અહીં પ્રથમ વલી પૂરી થાય છે. નચિકેતા પોતાની છેલ્લી અને તાત્ત્વિક માગણીમાં સ્થિર છે તેમ જ તે યોગ્ય પણ છે એ જાણ્યા પછી યમ તેની સમક્ષ બીજી અને ત્રીજી વલ્લીમાં સાધકે અવશ્ય જાણવા જેવા કેટલાય અગત્યના મુદ્દાઓનું બુદ્ધિગમ્ય નિરૂપણ કરે છે, જેમાં શ્રેય અને પ્રેમનું સ્વરૂપ તથા જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ મુખ્યપણે નિરૂપાયું છે. અલબત્ત, એ આખી ચર્ચા વાચકોને રસ આપે એવી છે, પણ તેનો સાર અહીં આપતાં લંબાણ થઈ જાય અને પ્રસ્તુત લેખ દ્વારા કહેવાનો આશય ગૌણ થઈ જાય તે દૃષ્ટિથી આગળની વલ્લીઓનો સાર અને તે ઉપર કાંઈક વિચારણા કરવાનું કામ મુલતવી રાખી પ્રસ્તુત સાર પરત્વે જે વિચારણીય પ્રશ્નો ઊભા થાય છે અને તેનો જે ખુલાસો સંભવિત દેખાય છે તે જ નિરૂપી આ લેખ પૂરો કરીશું. ઋગ્વદમાં યમ-યમીનું યુગલ આવે છે. તેનો સંબંધ સૂર્ય સાથે છે. વળી યમ દક્ષિણ દિશાનો એક દિપાળ પણ છે. યમ મૃત્યુ તરીકે અગર મૃત્યુદેવતા જમ તરીકે જાણીતો છે. જૈનોમાં તે પરમાધામી તરીકે જાણીતો છે. યમ એટલે સદ્ગુરુ અથવા અંતરાત્મા યમ વિશેની જુદી જુદી પૌરાણિક તેમ જ ધાર્મિક કલ્પનાઓ જોતાં નચિકેતા, જે એક બ્રાહ્મણપુત્ર મનુષ્ય છે, તે તેની પાસે ગયો એમ કહેવાનો કશો અર્થ નથી. એક ઈહલોકવાસી બ્રાહ્મણકુમાર લોકાંતરવાસી કાલ્પનિક દેવ પાસે જાય એ વાત બુદ્ધિગમ્ય નથી. વળી યમ બહુ તો મૃત્યુદેવતા છે. અગર કોઈ દેવવિશેષ છે. તે આધ્યાત્મિક જ્ઞાનનું અંતિમ રહસ્ય જાણે પણ કયાંથી? અને જાણે તો મનુષ્યને કઈ ભાષામાં, કેવી રીતે સમજાવે ? વળી એવા કોઈ દેવને અતિથિધર્મની શી પડી છે ? જો યમ મૃત્યુદેવતા હોય તો તેના દરબારમાં રોજ અતિથિઓનું મંડળ આવ્યા જ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy