SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ • પરિશીલન - શ્રીભાગવતમાં શાલીન, યાયાવર, શીલ અને ઉંછન એવી ચાર બ્રાહ્મણની વૃત્તિઓ યા આજીવિકાઓનો નિર્દેશ છે. યાયાવર એ એક જાતની આજીવિકા છે. એનો અર્થ ભાગવતવૃત્તિકાર શ્રીધરે દર્શાવ્યો છે – અને તે યોગ્ય જ છે કે – એ પ્રમાણે હંમેશાં અનાજની ભિક્ષા માંગવી તે યાયાવરવૃત્તિ. જે વિપ્રવ્યક્તિ પોતાની પાસે કશો સંગ્રહ ન રાખતાં જરૂરિયાત પ્રમાણે હંમેશાં અનાજની ભિક્ષા માંગી લે તે તેની યાયાવરવૃત્તિ કહેવાય. મૂળમાં આવી વૃત્તિ પાછળ ઉચ્ચ આશયવાળા અપરિગ્રહનો ભાવ જ રહેલો છે. આવી વૃત્તિ ધારણ કરનાર હોય તે યાયાવર કહેવાય. આ રીતે આ દેશમાં અપરિગ્રહ ઉપર જીવન ધારણ કરતા અનેક સંતો-મુનિઓમાં યાયાવર એ એક પ્રકારનો વર્ગ હતો. આજે ભલે તદ્દન અલ્પ પ્રમાણમાં, તોપણ તેવા વર્ગની સાવ ખોટ નથી.) યાયાવર શબ્દ પાણિનિ જેવા વૈયાકરણોએ સિદ્ધ કર્યો છે. મહાભારત, રામાયણ, મૃતિ અને ભાગવત આદિમાં એ વપરાયેલો મળે છે. આવા ભાવપૂર્ણ વ્યાયાવર' શબ્દને અંગ્રેજી શબ્દ માઇગ્રેટરી બર્ડને માટે યોજી એના યોજકે બહુ કૌશલ દર્શાવ્યું છે, એમ મને લાગે છે. જો યાયાવર એ ભ્રમણશીલ અને અપરિગ્રહવૃત્તિ ધારણ કરનાર એવો કોઈ વર્ગ હતો તો યુરોપના અને ઉત્તર એશિયાના દૂરદૂરના પ્રદેશોમાંથી હજારો માઈલની અલિપ્ત યાત્રા કરી ગુજરાતમાં અને આ દેશમાં આવનાર પક્ષીઓ માટે એ શબ્દ વપરાય ત્યારે કહેવું જોઈએ કે એણે પોતાનો મૂળ ભાવ સાચવી રાખ્યો છે. પ્રકૃતિરસિક ભાઈશ્રી હરિનારાયણ આચાર્યે કદાચ સર્વપ્રથમ યાયાવર શબ્દ પક્ષીઓ માટે – માઇગ્રેટરી બસ માટે વાપર્યો છે, તે તેમનું બ્રાહ્મણસુલભ ચિંતન સૂચવે છે. - શ્રીરંગ, એપ્રિલ, ૧૯૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy