________________
૨૦૬ - પરિશીલન કે મોડો શીખનાર વિદ્યાર્થીની પરિચિત ભાષાથી કામ પૂરતો પરિચિત થઈ જાય છે. એટલે એકંદરે ભણવા-ભણાવવાનું ગાડું મુખ્યપણે સંસ્કૃતભિન્ન ભાષાને માર્ગે ચાલે છે.
ગીર્વાણ ગિરાનો જે મહિમા વિદ્યાર્થી, અધ્યાપક કે અમુક કોટિના સમાજમાં પ્રતિષ્ઠિત થયો હોય તેની સાથે ઉપર વર્ણવી તે વસ્તુસ્થિતિને ભેળવી દેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. એ મહિમાને લીધે સંસ્કૃતમાં વ્યાખ્યાનો અપાય કે બીજી-ત્રીજી રીતે એ પ્રયોજાય એમ બને, પણ ભણવા-ભણાવવાની સ્વાભાવિક રીત તો ઉપર બતાવી તે જ હતી, છે અને હોઈ શકે, એમ હું સમજું છું.
- તો પછી પ્રશ્ન થશે કે સંસ્કૃતના અસાધારણ વિદ્વાનો સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચતમ વિષયોને બહુ જ ઊંડાણથી લખી ગયા તે કેમ સંભવ્યું? ઉત્તર અહીં વિસ્તારથી આપવાની જરૂર નથી, પણ સંક્ષેપમાં એટલું કહેવું પૂરતું થશે કે બીજી ભાષાનો આશ્રય લેવા છતાં મુખ્યપણે શીખવાના ગ્રંથો તો સંસ્કૃતમાં જ લખાયેલા હોય છે – વેદના વારાથી અને એ ગ્રંથોને ભાષા તેમ જ વિષયની દૃષ્ટિએ શીખવા ને શીખવવા માટે એવું એક સંસ્કૃતમય માનસિક ઘડતર ઊભું થાય છે કે તેને લીધે એવા ગદ્યગ્રંથો જ નહિ, પણ પદ્યરચનાઓ પણ કરવી તેમને સરળ બને છે.
૩. મારા ઉપર્યુક્ત લેખમાં મેં ગાંધીજી વગેરેના મતો છાપેલા તે આ. માંકડને ભ્રામક લાગ્યા છે. તેઓ કહે છે, “એ મતો જ્યારે ગાંધીજી વગેરેએ ઉચ્ચાર્યા હતા ત્યારે આ પ્રશ્ન આ રૂપમાં એમની પાસે હતો જ નહિ; એ વખતે તો અંગ્રેજીનું જ સાર્વત્રિક સામ્રાજ્ય હતું અને એને ટાળવું એ જ મુખ્ય પ્રશ્ન હતો. એ પ્રશ્ન આજના રૂપમાં ગાંધીજી પાસે હોત તો એ શો મત આપત તેના વિશે કશું જ કહેવું અપ્રસ્તુત છે.” આ સંબંધમાં મારે એટલું જ કહેવાનું છે કે ગાંધીજીના અવસાનને ફક્ત દોઢ જ વર્ષ વીત્યું છે. એટલા ટૂંકા ગાળામાં પરિસ્થિતિ કે પ્રશ્નનું રૂપ એકદમ એવું તે કેવું બદલાયું છે તે મારી સમજમાં આવતું નથી. પરિસ્થિતિ બદલાયાની દલીલ મારે મતે નકામી છે. ઊલટું, સ્વરાજ્ય મળ્યાથી તો જે પરિસ્થિતિ ગાંધીજી વગેરેએ કલ્પેલી તે ઉપસ્થિત થઈ છે, કેમ કે અંગ્રેજોના જવાની સાથે અંગ્રેજીની ઉપાધિ પણ ગઈ છે. આ પરિસ્થિતિ આપણી સામે પ્રત્યક્ષ રૂપે આવતાં આપણને એ નવી લાગે, પણ નિત્યના પરામર્શથી ગાંધીજી વગેરેને એ નવી ભાગ્યે જ હોય. વળી, વર્ષો સુધી સ્વાભાવિક ક્રમે ગાંધીજીએ પ્રજાની કેળવણીમાં પ્રયોજવા માટેની ભાષાનો જે વિચાર સેવ્યો તે જ ૫. જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર બાબુ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, પં. રાહુલ સાંકૃત્યાયન વગેરેના મસ્તિષ્કમાંથી વહે છે, તે પણ આકસ્મિક યોગ તો ન જ હોઈ શકે. પરિસ્થિતિના સમ્યફદર્શનનો જ એ પરિપાક છે. વળી, પરિસ્થિતિ બદલાયાનો જેવો અનુભવ આ. માંકડને થયો છે તેવો આ વિદ્વાનોને થયો હોત તો એમણે જરૂર પોતાના વિચાર–પરિવર્તનની પ્રજાને જાણ કરી હોત. ગાંધીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org